Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

આયુર્વેદિક ડોક્ટર હવે સર્જરી કરી શકશે : આ નવા નિયમ લાગુ કર્યા નથી : 2016માં જ જાહેરાત કરાઈ હતી આયુષ મંત્રાલયનું સ્પષ્ટિકરણ

58 સ્પેશિયલ સર્જન ડોક્ટર છે માત્રે તેમને જ ઓપરેશન કરવાની મંજૂરી હશે, અન્ય કોઇ પણ આયુર્વેદિક ડોક્ટર ઓપરેશન કરી શકશે નહીં

નવી દિલ્હીઃ હાલ એવી ચર્ચા થઇ રહી છે કે, આયુર્વેદિક ડોક્ટર પર હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે-સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરશે. આયુષ મંત્રાલયે હવે આ અટકળો અંગે મોટુ સ્પષ્ટિકરણ આપ્યુ છે. મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, સરકારે આવા કોઇ નિયમ લાગુ કર્યા નથી. તેની જાહેરાત વર્ષ 2016માં જ કરી દીધી હતી.

આયુષ મંત્રાલયે વધુ એક વાત ઉમેરી છે જે મહત્વપૂર્ણ છે. મંત્રાલયે કહ્યુ કે, 58 સ્પેશિયલ સર્જન ડોક્ટર છે માત્રે તેમને જ ઓપરેશન કરવાની મંજૂરી હશે, અન્ય કોઇ પણ આયુર્વેદિક ડોક્ટર ઓપરેશન કરી શકશે નહીં. આ અહેવાલ આવ્યા બાદ એવુ પ્રતીત થઇ રહ્યુ હતુ કે કોઇ પણ આયુર્વેદિક અને માન્યતા પ્રાપ્ત ડોક્ટર ઓપરેશન કરી શકે છે.

આયુર્વેદના વિદ્યાર્થીઓને હાલ સર્જરીનીં તાલીમ આપવામાં આવી હતી પરંતુ તેમના સર્જરી કરવાના અદિકારોને સરકાર તરફથી વધુ સ્પ્ષ્ટ કરવામાં આવ્યા નહીં. સરાકરે નોટિફિકેશનના મતે હવે આયુર્વેદની સર્જરીમાં પીજી કરનાર વિદ્યાર્થીઓને આંખ, નાક, કાન અને ગળાની સાથે જ જનરલ સર્જરીની માટે વિશેષ કરીને તાલીમ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓને સ્તનની ગાંઠ, અલ્સર, મૂત્રમાર્ગના રોગો, ગ્લુકોમા, મોતિયાનું ઓપરેશન અને ઘણી સર્જકી કરવાના અધિકાર હશે.

(6:19 pm IST)