Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

હિમાચલમાં પાંચ દિવસ વરસાદ અને વરસાદની આગાહી : 26મી સુધી હવામાન ખરાબ રહેશે: અનેક વિસ્તારોમાં માઇનસ પાંચથી છ ડિગ્રી સુધીનું કાતિલ ઠંડીનું વાતાવરણ

હિમાચલ પ્રદેશમાં વાતાવરણ ફરી બદલાવા જઈ રહ્યું છે.  રાજ્યમાં પાંચ દિવસ વરસાદ અને બરફવર્ષાની સંભાવનાજાહેર થઈ છે.  26 નવેમ્બર સુધી હવામાન ખરાબ રહેશે.  25 નવેમ્બરના રોજ ચંબા, કાંગરા, માંડિ, કુલ્લુ અને ઉચ્ચ પર્વતીય વિસ્તારો, કિન્નૌર અને લાહૌલ-સ્પીતીના મધ્ય પર્વતીય વિસ્તારોમાં 25 નવેમ્બરના રોજ ભારે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.  હવામાન કેન્દ્ર શિમલાએ આ જિલ્લાઓ માટે યલો વૉર્નિંગ  જારી કરી છે.
 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બરના રોજ કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.  તે જ સમયે, રવિવાર બપોરથી સિમલા સહિત રાજ્યના અન્ય ઘણા ભાગોમાં વાતાવરણ વધુ ખરાબ થવા લાગ્યું છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
 ગઈકાલે શનિવારે રાત્રે કેલોંગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 6.4, કલ્પા માઇનસ 2.6, મનાલી 0.2, ઉના 4.2, ડાલહૌસી 3.7, સોલન 1.7, ચંબા 3.9, માંડી 4.0, કાંગરા 4.4, સિમલા 5.1, ધર્મશાળા 6.0, બિલાસપુર 5.0 અને હમીરપુરમાં 4.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(5:44 pm IST)