Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

જમ્મુ-કાશ્મીરમાં જૈશના બે આતંકવાદી ઝડપાયા: પમ્‍યોર વિસ્‍તારમાં અન્‍ય આતંકવાદીઓને શસ્‍ત્રો દારૂગોળો પુરા પાડતા હતાં

શ્રીનગર : પ્રતિબંધિત આતંકવાદી જૂથ જૈશ--મોહમ્મદ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી તેમ તેમની પાસેથી વાંધાજનક સામગ્રી કબજે કરવામાં આવી હતી એમ પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની ઓળખ બિલાલ અહમદ છોપાન અને મુર્લાસીન બશીર શેખ તરીકે કરવામાં આવી હતી, જેઓ અનુક્રમે વાગડ ત્રાલ અને ચાતલમ પમ્પોરના રહેવાસી હતા.

તપાસ દરમ્યાન જણાયું હતું કે પમ્પોર અને ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળાની હેરફેર માટે ટ્રાન્સપોર્ટ પૂરું પાડવા ઉપરાંત બન્ને જણ આતંકવાદીઓને આશ્રયસ્થાન અને લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડતા હતા. ઉપરાંત દેશની સંવેદનશીલ માહિતી જૈશ આતંકવાદી જૂથને પૂરી પાડવામાં પણ તેઓ સામેલ હોવાનું જણાયું હતું. બન્ને જણ પાસેથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) પુલવામા અટૅક જેવો હુમલો કરવાની કામગીરી આતંકી સંગઠન જૈશ--મોહમ્મદને સોંપી હતી. માટે ચાર આતંકવાદીઓ નવેમ્બર મહિનાની ૧૮, ૧૯ તારીખોના ગાળામાં સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યા હતા. લોકો જમ્મુ સૅક્ટરના નગરોટા પાસે સલામતી દળો સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પુલવામા અટૅક જેવો હુમલો કરવાની કામગીરી આઇએસઆઇએ મૌલાના મસૂદ અઝહરના નેતૃત્વમાં ચાલતા આતંકી સંગઠન જૈશ--મોહમ્મદને સોંપવામાં આવી હતી. અગાઉથી યોજનાબધ્ધ હુમલો પાર પાડવાની કામગીરી માટે મૌલાના મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અસગરને પસંદ કરવામાં આવ્યા હતા. રઉફે યોજના પાર પાડવા માટે પાકિસ્તાનના શકરગઢ (ભારતની સરહદ નજીક) સ્થિત જૈશની છાવણીમાંથી ચાર જેહાદીઓને પસંદ કર્યા હતા. અબ્દુલ રઉફ અસગરના સાથી તરીકે જૈશમાં સિનિયર આતંકી કાઝી તર્રારને પસંદ કરવામાં આવ્યો હતો.

સરકારી સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જૈશના વડા મથક બહાવલપુરમાં અબ્દુલ રઉફ અને કાઝી તર્રાર સાથે જૈશના ટૅરર નેટવર્કના આગેવાનો મૌલાના અબુ જુંદાલ અને મુફ્તી તૌસીફ ઉપરાંત પાકિસ્તાની લશ્કરની જાસૂસી સંસ્થા આઇએસઆઇના અધિકારીઓની મુલાકાત પણ યોજાઈ હતી. રઉફે પસંદ કરેલા ચાર આતંકવાદીઓને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનના રાજદૂતને બોલાવ્યા

(2:19 pm IST)