Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

IPL -2020 : રોમાંચક મેચમાં સનરાઈઝ હૈદરાબાદનો શાનદાર વિજય :રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું

જેસન હોલ્ડરે લીધી હતી. તેણે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી :મનીષ પાંડે અને વિજય શંકર વચ્ચે 140 રનની ભાગીદારી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 40મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવી દીધું છે. રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 155 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ લક્ષ્યને હૈદરાબાદે 18.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો. હૈદરાબાદના બેટ્સમેન મનીષ પાંડે અને વિજય શંકર વચ્ચે 140 રનની ભાગેદારી થઇ હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ટોસ જીતી રાજસ્થાન રોયલ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. RRની ઓપનિંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ ઇનફોર્મ રોબિન ઉથપ્પા રન આઉટ થતા ટીમને ફટ્કો પડ્યો હતો. તે 19 રન કરી પવેલિયન પરત ફર્યો હતો. તે પછી બેન સ્ટોક્સ અને સંજુ સેમસને બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. સેમસને 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 36 રન કર્યા હતા. જ્યારે સ્ટોક્સે ક્રિઝ પર સંઘર્ષ કરતા 32 બોલમાં 2 ફોરની મદદથી 30 રન કર્યા હતા. જોસ બટલર અને સ્ટીવ સ્મિથ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બટલર 9 રને કરી આઉટ થયો હતો. તે પછી સ્મિથ 15 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 19 રન કર્યા હતા. RRએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન કર્યા હતા.

સસનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ વિકેટ જેસન હોલ્ડરે લીધી હતી. તેણે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વિજય શંકર અને રાશિદ ખાને 1-1 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 155 રનનો લક્ષ્ય આપ્યો હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમની ઓપનિંગ સસ્તામાં આઉટ થઇ ગઇ હતી. ડેવિડ વોર્નર 3 બોલમાં 4 રન કર્યા હતા. જ્યારે જોની બેરસ્ટોએ 10 રન કર્યા હતા. તે પછી હૈદરાબાદને વિજય શંકર અને મનીષ પાંડેનો સાથ મળ્યો હતો અને બંનેએ ટીમને જીત અપાવી હતી. SRHએ બે વિકેટના નુકશાને લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો હતો. મનીષ પાંડેએ પોતાના IPL કરિયરની 18મી ફિફટી ફટકારી હતી. તેણે 47 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 83 રન કર્યા. જ્યારે વિજય શંકરે 51 બોલમાં 6 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. હૈદરાબાદે આ લક્ષ્ય 19મી ઓવરમાં પ્રાપ્ત કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચર એક માત્ર બોલર સફળ રહ્યો. તેણે 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તે સિવાય એક પણ બોલરોએ એક પણ વિકેટ લીધી નહતી.

(11:58 pm IST)