Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરોના રસી સામે મતનો સોદો ! : નેતાઓએ ચૂંટણી જીતવા હાથવગું હથિયાર બનાવ્યું !!

બિહારમાં ભાજપે ઘોષણપત્રમાં મફત રસીનું વચન આપ્યા બાદ તામિલનાડુ અને હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મફત રસીનું ગાજર આપ્યું:

બિહારમાં કોરોના વેક્સિન મફતમાં આપવા સંબંધિત ઘોષણા પત્ર બાદ બીજા રાજ્યો માટે પણ આવી જ હોડ શરૂ થઈ ગઈ છે. દક્ષિણના રાજ્ય તમિલનાડુએ પણ આવી જાહેરાત કરી છે. રાજ્યના સીએમ ઈ. પલાનીસ્વાતીએ કહ્યું છે કે તેમના રાજ્યમાં પણ કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે

માધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં બધાને કોરોના રસી મફતમાં આપવાનો વાયદો કર્યો છે  મુખ્યમંત્રીએ પણ મફત રસી આપવા જાહેરાત કરી છે ત્યારે મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણીઓ યોજાવા જઈ રહી  છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે  "પ્રદેશમાં રોના રસી મફત અપાશે

(12:20 am IST)