Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરોના વેક્સિન માટે સરકારે 50 હજાર કરોડનું બજેટ નક્કી કર્યું: રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં એક વ્યક્તિને બે ઇન્જેક્સનની જરૂર પડશે, જેની કિંમત બે ડોલર પ્રતિ શોટ રહેશે,

 નવી દિલ્હી : સરકાર દેશના નાગરિકો સુધી કોરોના વેક્સિન પહોંચાડવાનાં પ્રયાસો કરી રહી છે, વિગતોથી માહિતગાર લોકોનાં જણાવ્યા પ્રમાણે આ કામ માટે સરકારે 50 હજાર કરોડ રૂપિયા નક્કી કર્યા છે.બ્લુમબર્ગનાં એક રિપોર્ટ મુંજબ મોદી સરકારે 130 કરોડથી વધુંની વસ્તીવાળા દેશમાં પ્રતિ વ્યક્તિ વેક્સિનનો ખર્ચ 6-7 ડોલરનું અનુમાન છે, રિપોર્ટ જણાવે છે કે નક્કી કરેલી આ રકમ ચાલું નાણાકિય વર્ષ માટે છે, અને આ કામ માટે આગળ જતા ફંડીની કોઇ અછત આવશે નહીં.

એવું મનાય છે કે ભારતમાં એક વ્યક્તિને બે ઇન્જેક્સનની જરૂર પડશે, જેની કિંમત બે ડોલર પ્રતિ શોટ રહેશે, તે ઉપરાંત 2-3 ડોલરનો ખર્ચ વેક્સિનનાં સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટમાં આવશે.કોરોના વાયરસનાં કારણે ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોની આર્થિક સ્થિતી કથળી ગઇ છે, ભારતમાં લગભગ 3 મહિના સુંધી ચાલેલા લોકડાઉનને તબક્કા વાર રીતે ખોલવામાં આવ્યું છે.

વિશ્વ બેંક અને IMF એ આ નાણાકિય વર્ષ માટે વૃધ્ધીનું અનુમાન -10.3 અને જણાવ્યું છે, વર્ષ 2021માં ભારતની સ્થિતી 8.8 ટકાની દરે સુધરવાની સંભાવના છે, પરંતું તે માટે નવી દિલ્હીને અલગ-અલગ સેક્ટરમાં પોતાના પ્રયાસો વધારવા પડશે.

મંગળવારે ભારતમાં બનાવાયેલી કોરોના રસી કોવૈક્સિનને અંતિમ રાઉન્ડનાં ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. એવું માનવામાં આવે છે કે ભારત બાયોટેકની રસીના ફેઝ 3 ટ્રાયલ્સ આવતા મહિનાથી શરૂ થઈ શકે છે અને ફેબ્રુઆરી સુધીમાં આ રસી તૈયાર થઈ શકે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી ભારત બાયોટેક આ રસી વિકસાવી રહ્યું છે. આ ઉપરાંત, સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની ભાગીદારીમાં ભારતમાં રસી બનાવવામાં આવી રહી છે. આ સાથે ઝાયડસ કેડિલા પણ ZyCov-D નામની રસી પણ તૈયાર કરી રહી છે.

(10:14 pm IST)