Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મોબાઇલ ગેમિંગઃ અમદાવાદ મોખરેઃ ટોપ-૧૦માં રાજકોટ

મોબાઇલ એનાલિટિક કંપની દ્વારા દેશના ૪૮ શહેરોના મોબાઇલ નેટવર્કનું વિશ્લેષણ કરાયું

નવી દિલ્હી, તા.૨૨: મોબાઇલ ગેમિંગના મોરચે અમદાવાદ દેશમાં ટોચનું શહેર છે, તેમ મોબાઈલ એનાલિટિક કંપની ઓપન સિગ્નલનો એક અભ્યાસ દર્શાવે છે. આ કંપનીએ દેશના ૪૮ શહેરોના મોબાઇલ નેટવર્કનું વિશ્લેષણ કર્યું હતું અને યૂઝર્સની સંખ્યાના આધારે મોબાઇલ ગેમિંગમાં દેશના ટોચના ૧૦ શહેરોની યાદી જાહેર કરી હતી. તેમાં બાદ મુંબઇ બીજા, વડોદરા ત્રીજા અને સુરત ચોથા ક્રમ પર આવે છે.

રસપ્રદ બાબત એ છે કે અમદાવાદ અને મુંબઈ જ ટાયર-૧ શહેરો છે જે ટોચના ૧૦ મોબાઇલ ગેમિંગ શહેરોમાં સ્થાન ધરાવે છે. એનાલિટિક કંપની માને છે કે ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં સસ્તા સ્માર્ટફોન્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથોસાથ દેશમાં સસ્તા ઇન્ટરનેટની ઉપલબ્ધિ તથા બેંડવિડથમાં સુધારાથી તેમણે ૧૦ શહેરોમાં સ્થાન મેળવ્યું છે. આ શહેરોમાં છે સૌથી વધારે મોબાઇલ ગેમ્સનાં શોખીનો જયારે અમદાવાદના મોબાઇલ ગેમરસિકો ૭૧.૭ના સ્કોર સાથે ટોચના રેન્ક પર છે ત્યારે અન્ય ટોચના શહેરોમાં નવી મુંબઈનો સ્કોર ૭૦.૧, નન વડોદરાનો સ્કોર ૬૯.૮, સુરત ૬૮, ભોપાલ ૬૭,૮, મુંબઈ ૬૭.૮,  ગ્વાલિયર ૬૭.૭. ઈદોર ૬૭.૭, થાણે ૬૫.૭ અને રાજકોટ ૬૪.૩ના સ્કોર સાથે સામેલ છે.  કુલ ૪૮ શહેરોની યાદીમાં ૪૭.૯ના સ્કોર સાથે સૌથી છેલ્લો ક્રમ તિસ્વનંથપુરમનો ક્રમ હતો. ટાયર-૧ શહેરોની વાત કરીએ તો અન્ય ટાયર-૧ શહેરોનો સ્કોર આ પ્રમાણે છે.

 ચેન્નઈનો સ્કોર ૬૩.૬, હૈદરાબાદ ૬૩.૧, પૂણે ૬૧.૫, બેગ્લુરૂ ૬૧.૩, દિલ્હી ૫૯.૮ અને કોલકાતા ૫૭.રનો સ્કોર ધરાવે છે.

ગેમના રસિયાઓનો ગેમિંગ એકસપિરિયન્સ અગત્યનો

ઓપન સિંગ્નલે ચાલુ વર્ષની ૩૦ એપ્રિલથી ૨૯ જુલાઇ દરમિયાનના ડેટા પર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દર્શાવે છે કે સારો ગેમિંગ એકસપિરિયન્સ ત્રણ બાબતો પર આધાર રાખે છે. યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ યુડીપી) લેટેંસી, પેકેટ લોસ અને જિટર. યુડીપી લેટેંસી અથવા પેકેટ લોસ ગેમિંગ જેવા ટાઇમ-સેન્સિટિવ એપ્લિકેશન માટે નેટવર્કકલેકશનની એકાઉન્ટિબિલિટીને માપે છે. પેકેટ લોસ એવા ડેટા પેકેટ્સની માત્રા દર્શાવે છે જે કયારેય તેના સ્થાન પર પહોંચતા નથી. જિટર ડેટા પેકેટના આવવાના સમયની પરિવર્તનશીલતા દેખાડે છે.

(3:12 pm IST)