Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અર્થતંત્રની ગાડી પાટે ચડતી જાય છે

રિઝર્વ બેંકના ગવર્નરનો દાવો બેરોજગારીનો દર ૨૩ ટકાથી ઘટી ૬ ટકા

નવી દિલ્હી,તા.૨૨ : કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની મોટી અર્થવ્યવસ્થા ડામાડોલ થઈ છે. ભારતીય અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો છે. જો કે હવે અલગ અલગ ઈન્ડિકેટર્સથી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર આવ્યાના સંકેત મળી રહ્યા છે. લોકડાઉનના સમયે બેરોજગારી દર ૨૩ ટકા હતો જે હવે સુધારા સાથે ૬ ટકાએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શકિતકાંત દાસે ઈકોનોમીને પાટા પર પરત આવ્યાની વાત કહી છે.

RBI ગર્વનર શકતકાંત દાસે કહ્યું છે કે દેશ ઈકોનોમિક રિવાઈવલના મુકામે પહોંચ્યો છે. એવામાં જરૂરી છે કે નાણાંકીય સંસ્થાઓ પાસે આર્થિક વૃદ્ઘિના સમર્થન માટે પૂરતી વ્યવસ્થા હોય. તેઓએ પૂર્વ નોકરશાહ અને નાણાંકીય આયોગના ચેકમેન એન કે સિંહની બુક પોટ્રેટ્સ ઓફ પાવરઃ હોફ એ સેન્ચ્યુરી ઓફ બિંગ એટ રિંગસાઈડના વિમોચનના અવસરે કહ્યું કે અનેક નાણાંકીય સંસ્થાઓ પહેલાંની પૂજી મેળવી ચૂકી છે. કેટલીક ભેગી કરી રહી છે. સાથે કહ્યું કે કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકારની ઉદાર કે અનુકૂળ મૌદ્રિક અને રાજકોષીય નીતિઓથી દેશ ઈકોનોમિક રિવાઈવલની નજીક છે.

શકિતકાંત દાસે કહ્યું કે દેશને કોરોના સામે લડવા માટે રાજકોષીય વિસ્તારનો રસ્તો પસંદ કરવાનો રહેશે. સાથે કહ્યું કે આા સંકંટ પછી સરકારે રાજકોષીય મજબૂતીની સ્પષ્ટ યોજના જાહેર કરવાની રહેશે. કોરોના મહામારી બાદ મહામારી પર નિયંત્રણ મેળવ્યા બાદ સરકાર નિશ્ચિત રીતે આગળની રાજકોષીય યોજના રજૂ કરશે. તેઓએ કહ્યું કે હાલના આર્થિક માહોલને જોતાં અમે મૌખિક અને રાજકોષીય નીતિમાં ઉદાર વલણ અપનાવ્યું છે. 

(11:20 am IST)