Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મહામારીને લીધે આ વખતે દશેરાની ઉજવણી ધામધૂમથી નહીં થાય

આરએસએસ ફકત ૫૦ સ્વયંસેવકોની હાજરીમાં વિજયા દશમી મનાવશે

મુંબઇ, તા.૨૨: કોરોના મહામારીને લીધે આ વખતે દશેરાની ઉજવણીમાં દર વર્ષ જેવી ધામધૂમ જોવા નહીં મળે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી સામાન્ય રીતે દશેરાનો ભવ્ય મેળાવડો યોજવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે એક નાગપુરના નાના ઓડિટોરિયમમાં ફકત ૫૦ સ્વયંસેવકોની હાજરીમાં દશેરા મનાવવામાં આવશે.

સંઘની અખબારી યાદીમાં જણાવાયા મુજબ કોરોનાને ધ્યાનમાં લઇને આ વખતે નાગપુરમાં આરએસએસ સ્મૃતિ મંદિર પરિસકના મહર્ષી વ્યાસ સભાગૃહમાં વિજયા દશમીની ઉજવણી દર વર્ષે વિજયા દશમીનો મેળવડો સ્મૃતિ મંદિર સામેના ગ્રાઉન્ડમાં સેંકડો સ્વયંસેવકોની ઉપસ્થિતીમાં ધામધૂમથી ઉજવાનો હતો. પરંતુ આ વખતે એકદમ સાદગીપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી થશે. એક પરંપરા રહી છે કે વિજયાદશમીના મેળવડામાં સંઘના વડા સંબોધન કરે અને ભાવી કાર્યની રૂપરેખા જણાવે પરંતુ આ વખતે કોઇ અતિથિ વિશેષને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું.

આરએસએસનો આ વખતનો દશેરાનાં કાર્યક્રમનું સોશ્યલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. કોરોના મહામારીની સ્થિતિમાં રાવણના પૂતળાના દહન અને બીજા કાર્યક્રમો પણ અનેક સંસ્થાઓએ માંડી વાળ્યા છે.

(10:00 am IST)