Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં 6160 ખાલી જગ્‍યા પર ભરતીઃ સ્‍નાતક ઉમેદવાર અરજી કરી શકશે

બેન્‍કની સત્તાવાર વેબસાઇટ પર ઉમેદવાર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંકમાં નોકરી મેળવવાની દરેકને ઈચ્છા હોય છે. બેંકની નોકરીને સૌથી સારી નોકરીઓમાંથી એક માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ નોકરી મહિલાઓ માટે ખુબ સારી હોય છે. જો તમે પણ બેંકમાં નોકરી મેળવવા માટે ઈચ્છુક હોવ તો જરાય મોડું કર્યાં વગર આજે જ અરજી કરો. ત્યારબાદ તમને બીજીવાર તક મળશે નહીં. આ માટે ઉમેદવાર એસબીઆઈની અધિકૃત વેબસાઈટ  sbi.co.in પર જઈને અરજી કરી શકે છે.

આ ભરતી અભિયાન હેઠળ એસબીઆઈમાં 6,160 ખાલી પદો પર ભરતી થશે. આ જગ્યાઓ માટે લેખિત ઓનલાઈન પરીક્ષા ઓક્ટોબર/નવેમ્બર 2023માં આયોજિત કરાશે. ઉમેદવાર જે પણ પદો માટે અરજી કરવા માંગતા હોય તે સૌથી પહેલા નીચે આપવામાં આવેલી તમામ ખાસ વાતોને ધ્યાનથી વાંચી લો.

અરજી માટે ફી

સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યુએસ કેટેગરીવાળા ઉમેદવારોએ અરજી ફી તરીકે 300 રૂપિયા આપવા પડશે. આ સાથે જ એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.

SBI માં આ આધારે થશે સિલેક્શન

એસબીઆઈ અપરેન્ટિંસ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કા સામેલ હશે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન

ઓનલાઈન લેખિત પરીક્ષા

લોકલ લેંગ્વેજ ટેસ્ટ

મેડિકલ ટેસ્ટ

એક કલાકનું હશે પેપર

એસબીઆઈ અપરેન્ટિસની પરીક્ષામાં ઉમેદવારોને 100 માર્કના 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે.

ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

ઉમેદવારો જે પણ પદ માટે અરજી કરવા માંગતા હોય તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ.

આ રીતે કરો અરજી

SBI ની અધિકૃત વેબસાઈટ sbi.co.in પર જાઓ.

કરિયર પર ક્લિક કરો અને પછી ખાલી જગ્યા પર ક્લિક કરો.

નીચે સ્ક્રોલ કરો અને અપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ પર ક્લિક કરો.

અપ્લાય ઓનલાઈન પેજ પર જાઓ.

રજિસ્ટર કરીને લોગિન ક્રેડેન્શિયલ મેળવો.

લોગ ઈન કરીને અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો.

ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે એક કોપી સાચવી રાખો.

આજે છેલ્લી તક

આ જગ્યાઓ માટે અરજી કરવા 21 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે તો ફટાફટ અરજી કરી લેજો. વિગતો માટે ઉપર આપેલી લીંકો પર ચેક કરજો.

(5:22 pm IST)