Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અમારી સામેના આક્ષેપો મુદ્દે ભારત વાટાઘાટો કરેઃ જસ્‍ટિન ટ્રુડો

ભારતે વિઝા આપવાનું બંધ કર્યું પરંતુ અમારા તરફથી હજુ સુધી કોઇ નિર્ણય નહીઃ આરોપો છે પરંતુ પુરાવા નથીઃ કેનેડાના વડાપ્રધાને પત્રકાર પરિષદ સંબોધી

રાજકોટ તા. રર : કેનેડામાં ખાલિસ્‍તાની શીખ આતંકી હરદીપસિંહ નિજજરની હત્‍યાના આરોપ મુદ્દે ભારત અને કેનેડા વચ્‍ચેના સંબંધો વણસી રહ્યા છે ત્‍યારે કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ ભારતીય સમય મુજબ ગઇકાલે ગુરૂવારે રાત્રીના ૮ વાગ્‍યે પત્રકાર પરિષદ સંબોધી હતી.

જસ્‍ટિન ટુડોએ દેશ-વિદેશના પત્રકારોને ન્‍યુયોર્ક સેન્‍ટર ખાતે સંબોધતા જણાવ્‍યું હતું કે, અમારી સામે આરોપો છે. પુરાવા નથી. તેથી ભારત અમારી સાથે વાટાઘાટો કરે તે ઇચ્‍છનીય છે.

આ પત્રકાર પરિષદમાં મોટા ભાગના પ્રશ્નો ભારત-કેનેડાના વણસેલા સંબંધો વિશે પત્રકારોએ પ્રશ્નપુછયા હતા આ ઉપરાંત રશિયા યુક્રેન યુધ્‍ધ વિશે પણ પત્રકારોએ પ્રશ્નો પુછયા હતા.

આ ઉપરાંત કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોને તેના સાથી રાષ્‍ટ્રો અમેરિકા, ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુઝીલેન્‍ડ, સહિતના દેશો સમર્થન નથી આપતા ? તે અંગે પ્રશ્ન કર્યો હતો.

કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ ર૬ મિનીટ સુધી પત્રકાર પરિષદ સંબોધી હતી અને અંગ્રેજી સિવાય અન્‍ય ભાષામાં પણ પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા.

જસ્‍ટિન ટ્રુડોએ વધુમાં કહ્યું હતું કે ભારતે કેનેડિયનો માટે વિઝા બંધ કર્યા છે પરંતુ હજુ સુધી અમારી સરકારે આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.

(4:43 pm IST)