Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કરી શરમજનક હરકતઃ મહિલાની છાતી પર આપ્‍યો ઓટોગ્રાફ

નવી દિલ્‍હી, તા.૨૨: અમેરિકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક મહિલાની છાતી પર હસ્‍તાક્ષર કરતા દેખાઈ રહ્યા છે. પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હાલમાં સંયુક્‍ત રાજ્‍ય અમેરિકામાં રિપબ્‍લિકન પાર્ટીમાંથી રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા માટે સક્રિય રીતે પ્રચાર કરી રહ્યા છે. આ દરમ્‍યાન તેઓ એક રેસ્‍ટોરન્‍ટમાં પહોંચ્‍યા હતા.અમેરિકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જ્‍યારે આયોવાના બેટેનડોર્ફમાં આવેલ એક રેસ્‍ટોરન્‍ટમાં ખાવાનું ખાવા માટે પહોંચ્‍યા તો, લોકોએ તેમની પાસે સેલ્‍ફી લેવાની માગ કરી, આ દરમ્‍યાન એક મહિલા સમર્થકે ટ્રમ્‍પે પોતાના ટેંક ટોપ પર હસ્‍તાક્ષર કરવા માટે કહ્યું. છાતી પર ઓટોગ્રાફની માગ સાંભળીને ટ્રમ્‍પ ઓય માય ગોડ કહેતા ઓટોગ્રાફ આપવા લાગ્‍યા.

 

 

 

(4:26 pm IST)