Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાહુલ ગાંધીએ કોરોનાને લઇને જારી કર્યું શ્વેતપત્ર સરકાર ત્રીજી લહેરની તૈયારી કરે : રસીકરણને ઝડપી બનાવો

કોરોના ફુંફાડા મારતો હતો ત્યારે વડાપ્રધાનનું ધ્યાન બંગાળ ઉપર હતું : લોકોના જીવ પીએમના આંસુઓથી નહિ ઓકસીજનથી બચાવી શકાયા હોત

નવી દિલ્હી તા. ૨૨ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેકસીનેશન મુદ્દે એક શ્વેત પત્ર લખ્યો, સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર કોરોનાની સામે જંગ જીતવામાં અને વેકસીનેશન માટે કયારેય સંવેદનશીલ રહી નથી. કોરોના મહામારીમાં શ્વેત પત્ર જાહેર કરવો એટલે સરકાર પર આંગળીઓ ના ચીંધવી, એટલે કે દેશમાં આવનાર ત્રીજી લહેરમાં સરકારની મદદે આવવું. રાહુલ ગાંધીએ કોરોના મહામારી વચ્ચે આ પત્ર લખીને એ વાત કરી કે પીએમ મોદીની સરકાર મહામારીમાં બધા જ મોરચાઓ પર નિષ્ફળ થઈ છે.સાથે જ તેમણે કહ્યું કે કોરોના રસીકરણ પર શ્વેત પત્ર લખવો એટલે સરકારની કામગીરી પર સવાલ ના ઉઠાવવા પણ સરકારેને ત્રીજી લહેર માટે સચેત કરવાની વાત છે. કોરોના ફુંફાડા મારતો હતો ત્યારે વડાપ્રધાનનું ધ્યાન બંગાળ ઉપર હતું.

સમગ્ર દેશ જાણે છે કે ત્રીજી લહેર આવવાની છે, રાહુલ ગાંધીએ કહ્યું કે હું સરકાર સાથે માંગ કરું છે કે કોરોના રાહત ફંડની વ્યવસ્થા કરે અને જે પણ પરિવારમાં ઘરનો મુખ્ય વ્યકિત જ કોરોનાનો ભોગ બન્યો હોય, તો તેવા પરિવારને આર્થિક મદદ કરવામાં આવે. એ સ્પષ્ટ છે કે કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં ઘણા બધા પરિવાર વાળાઓએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. આ માટે બધા જ લોકોએ ઘણા બધા અને અગણિત પ્રયત્નો કર્યા છે. હું એ પણ કહું છું કે કોરોનાની ત્રીજી લહેર બાદ હજી ઘણી લહેરો આવી શકે છે કારણકે આ વાયરસ પરિવર્તિત છે. તો સરકાર નાના વ્યવસાયો વાળા, ગરીબ લોકો માટે ફંડ આપી આ વાતનું સમર્થન કરવું જોઈએ. આ બધા જ પરિવારો માટે કોરોના રાહત ફંડ જાહેર કરવું જોઈએ, જે પરિવારવાળાએ ઘરમાં મુખ્ય કમાનાર વ્યકિતને ગુમાવી દીધા હોય.

ગઇકાલે ૮૦ લાખ વેકિસન ડોઝ આપવામાં આવ્યા, જેનાથી અમે ખુશ છીએ. પણ આનાથી વધુ ટીકાકરણ પોલિયોના કાર્યક્રમમાં થતું હોય છે, જે ૧૭ કરોડ હતું. એ અલગ વાત છે કે એ સમયે મનમોહનસિંહે પોતાના પોસ્ટર્સ લગાવ્યા ન્હોતા. ગઇકાલે ઘણું સારૃં કામ થયું, પણ આ એક ઘટના નથી આ માત્ર એક પ્રક્રિયા છે. આપણે આ પ્રક્રિયા એકદમ દિલથી કરવાની છે અને ત્યાં સુધી કરવાની છે જયાં સુધી આપણે સમગ્ર દેશવાસીઓનું ટીકાકરણ ન કરી લઈએ.

(4:23 pm IST)