Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

સરકારે 6 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધારો ઝીક્યો : IGL એ દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં સીએનજી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો કર્યો

આ ભાવ વધારો ગઇકાલથી સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવ્‍યો હતો.

નવી દિલ્‍હી :  દેશભરમાં પેટ્રોલિયમ પેદાશો પર મોંઘવારી ચાલુ છે. હવે સરકારે ફરી એકવાર CNGના ભાવમાં વધારો કર્યો છે. IGL એ દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં સીએનજી 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો કર્યો છે. આ વધેલી કિંમત શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવી છે. આ જાહેરાત સાથે, નોઇડા-ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં CNG 78.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

જો ગુરુગ્રામની વાત કરીએ તો CNGની કિંમત દિલ્હીમાં 83.94 રૂપિયા પ્રતિ કિલો અને દિલ્હીમાં 75.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા 6 દિવસમાં સીએનજીના ભાવમાં આ સતત બીજો વધારો છે. અગાઉ 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો હતો

રેવાડીમાં CNGની કિંમત હવે 84.27 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 86.07 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. કરનાલ અને કૈથલમાં CNGની કિંમત 82.27 રૂપિયા પ્રતિ કિલોથી વધીને હવે 84.27 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુઝફ્ફરનગરમાં સીએનજીની કિંમત 80.84 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 82.84 રૂપિયા અને કાનપુરમાં 85.40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 87.40 રૂપિયા થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે CNGને વાહનો માટે સસ્તું અને સુરક્ષિત ઈંધણ માનવામાં આવે છે. આ કારણોસર, મોંઘા હોવા છતાં, લોકો સીએનજી વાહનો ખરીદવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે સસ્તા ઈંધણને કારણે લાંબા ગાળે આ વાહનોની કિંમત ઘણી ઓછી થઈ જાય છે. જો કે હવે સીએનજીના ભાવમાં સતત વધારાને કારણે આ વિકલ્પ પણ લોકો માટે મોંઘો બની રહ્યો છે.

જો આપણે પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો દેશભરમાં તેમની કિંમતો સતત 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર ચાલી રહી છે. ઘરેલું રસોઈ ગેસ એટલે કે LPG ગેસના સિલિન્ડર પણ 1 હજાર રૂપિયાને પાર કરી ગયા છે. આ સંજોગોમાં લોકોની મુશ્કેલી વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે માલસામાનની હેરફેર અને લોકોની અવરજવર પણ મોંઘી થઈ ગઈ છે, જે સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહી છે.

(12:45 pm IST)