Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

શાળાનો ગણવેશ શરિયા અને અફઘાન પરંપરાઓ અને સંસ્કૃતિ અનુસાર સેટ કરવામાં ન આવે ત્યાં સુધી તોફાની યુવતીઓને ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું : તાલિબાને બહાર પાડ્યું નવું ફરમાન

કાબુલ : અફઘાનિસ્તાનના કાર્યકારી આંતરિક મંત્રી અને તાલિબાનના સહનેતા સિરાજુદ્દીન હક્કાનીએ પોતાનો વાયદો નિભાવતા જાહેરાત કરી કે તાલિબાન યુવતીઓને હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરવાની પરમિશન આપશે. આ વાયદાને પૂરા થવાના કારણે તાલિબાન સરકારની ઘણી જગહસાઈ થઈ હતી. અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાન સરકારે કહ્યું હતું કે તે પોતાના કટ્ટરવાદી વિચારોને બદલે જનતા માટે ખાસ વલણ અપનાવે પણ સત્તામાં આવતા જ તેઓએ પોતાના નિર્ણયને બદલતા યુવતીઓના શાળાએ જવા પર અનિશ્ચિતકાળને માટે પાબંધી લગાવી દીધી હતી. જ્યારે હક્કાનીને પૂછવામાં આવ્યું કે શું છોકરીઓ તાલિબાન હેઠળ ઘરમાંથી બહાર નીકળવામાં ડરતી હોય છે, તો તેનો જવાબ હતો કે તોફાની છોકરીઓએ ઘરમાં જ રહેવું જોઈએ. તેણે કહ્યું કે તોફાની છોકરીઓનો મતલબ એવી મહિલાઓ છે જે બીજાના કહેવા પર સરકાર પર સવાલ ઉઠાવતી રહે છે.

સિરાજુદ્દીન હક્કાની અમેરિકી ગુપ્તચર એજન્સી FBIના વોન્ટેડ લોકોની યાદીમાં છે અને અમેરિકી વિદેશ વિભાગે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે અને તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ છે. તાલિબાને ચોક્કસ સમય વિના કહ્યું કે 6 ઠ્ઠા ધોરણ સુધીની છોકરીઓ પહેલેથી જ શાળાએ જઈ રહી છે અને જો શક્ય બનશે તો તેનાથી વધારે ભણતર માટે ટૂંક સમયમાં સાંભળવા મળશે. હિજાબ પહેરતી યુવતીઓ અંગે હક્કાનીએ કહ્યું કે અમે કોઈ મહિલા પર હિજાબ પહેરવાનું દબાણ નથી કર્યું, પરંતુ અમે તેમને સલાહ આપી છે, અને તેમને હિજાબ વિશે પ્રચાર કરવામાં આવે છે કે હિજાબ જરૂરી નથી પરંતુ તે એક ઇસ્લામિક આદેશ છે જેને દરેક વ્યક્તિએ માનવો જોઈએ.

તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી 6ઠ્ઠા ધોરણ સુધીની અફઘાન છોકરીઓ માટેની શાળાઓ માર્ચમાં ખોલવાની હતી, પરંતુ ત્યાર બાદ જ્યાં સુધી તેમની શાળાનો ગણવેશ શરિયા અને અફઘાન પરંપરાઓ અને સંસ્કૃતિ અનુસાર સેટ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું હતું. સત્તામાં આવ્યા પછી તાલિબાને મહિલાઓને હિજાબ પહેરવાની અથવા સ્કાર્ફથી માથું ઢાંકવાની માંગ કરી. જો કે તે ઇચ્છે તો તેનો ચહેરો ખુલ્લો રાખી શકે છે. પરંતુ મે સુધીમાં તેને જાહેર સ્થળોએ સંપૂર્ણ ચહેરો ઢાંકવા અને બુરખો પહેરવાની ફરજ પડી હતી. 1996 થી 2001 સુધી જ્યારે તાલિબાન સરકાર સત્તામાં હતી ત્યારે પણ મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત હતો.

(11:31 am IST)