Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

5G ભૂતકાળ બનશે હવે આવશે 6G

પીએમ મોદીએ લોન્‍ચ કર્યુ મિશન : 5G ટેકનોલોજી ભારતમાં ગયા વર્ષે લોન્‍ચ કરવામાં આવી છે અને તેની સાથે 6G પર પણ કામ ચાલી રહ્યું છેઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ભારતના 6G વિઝન દસ્‍તાવેજો રજૂ કર્યા છેઃ આ સાથે રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ ટેસ્‍ટ બેડ પણ લોન્‍ચ કર્યો : પીએમ મોદીએ પહેલા જ કહ્યું હતું કે આ દાયકાના અંત સુધીમાં ભારતમાં ૬જી સેવા શરૂ કરવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૨૨: ભલે તમારા ફોનમાં ૪ઞ્‍ અથવા ૫ઞ્‍ યોગ્‍ય રીતે કામ ન કરી રહ્યું હોય, પરંતુ દેશ ૬G તરફ આગળ વધી રહ્યો છે. ગયા વર્ષના અંતમાં ભારતમાં ૫G લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું અને હવે ૬Gનો વારો છે. દેશમાં ૫G લોન્‍ચ કરવામાં વિલંબ થયો હોવા છતાં ૬Gની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ બુધવારે ઈન્‍ડિયા ૬G વિઝન ડોકયુમેન્‍ટ રજૂ કર્યું. આ સાથે તેણે ૬G રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ ટેસ્‍ટ બેડ લોન્‍ચ કર્યો છે.

આ દસ્‍તાવેજો દેશમાં ૬ઞ્‍ ટેક્રોલોજી શરૂ કરવા અને અપનાવવામાં મદદરૂપ થશે. ૫જી લોન્‍ચ સમયે પણ પીએમ મોદીએ ૬જીની તૈયારીઓ શરૂ કરવાની વાત કરી હતી. ચાલો જાણીએ ૬G ના વિઝન ડોકયુમેન્‍ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

G વિઝન ડોકયુમેન્‍ટ રજૂ કરતાં પીએમ મોદીએ કહ્યું, આ દાયકો ભારતનો ટેક-એડ છે. ભારતનું ટેલિકોમ અને ડિજિટલ મોડલ સરળ, સુરક્ષિત, પારદર્શક, વિશ્વસનીય અને પરીક્ષણ છે. પીએમ મોદીએ આઈટીયુ (ઈન્‍ટરનેશનલ ટેલિકોમ્‍યુનિકેશન યુનિયન) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્‍ટરના ઉદઘાટન પ્રસંગે આ વાત કહી. ૬G પર ટેકનોલોજી ઇનોવેશન ગ્રુપ દ્વારા ભારત ૬G વિઝન દસ્‍તાવેજ તૈયાર કરવામાં આવ્‍યો છે. આ જૂથ નવેમ્‍બર ૨૦૨૧ માં શરૂ કરવામાં આવ્‍યું હતું. આ જૂથમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો, સંશોધન અને વિકાસ સંસ્‍થાઓ, શિક્ષણવિદો, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ઉદ્યોગોના લોકોનો સમાવેશ થાય છે. આ જૂથનું કામ ભારતમાં ૬G લોન્‍ચ માટે રોડમેપ તૈયાર કરવાનું છે.

ટેસ્‍ટ બેડનો ફાયદો શું છે? ૬G વિઝન ડોકયુમેન્‍ટની સાથે PM મોદીએ ૬G ટેસ્‍ટ બેડ પણ લોન્‍ચ કર્યો છે. તેની મદદથી ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્‍થાઓ અને અન્‍ય પ્‍લેટફોર્મ વિકાસશીલ ટેક્રોલોજીનું પરીક્ષણ કરી શકશે.

સરકારનું કહેવું છે કે ઈન્‍ડિયા ૬G વિઝન ડોકયુમેન્‍ટ અને ૬G ટેસ્‍ટ બેડ દેશને ઈનોવેશન સક્ષમ કરવામાં, ક્ષમતા વધારવામાં અને નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવામાં મદદ કરશે.

ગયા વર્ષે ઓગસ્‍ટમાં પીએમ મોદીએ સ્‍માર્ટ ઈન્‍ડિયા હેકાથોનના અંતે કહ્યું હતું કે સરકાર ૬જી લોન્‍ચની તૈયારી કરી રહી છે, જે આ દાયકાના અંત સુધીમાં લોન્‍ચ કરવામાં આવશે. આ સાથે તેમણે યુવાનો અને ઈનોવેટર્સને આ તકનો લાભ લેવા જણાવ્‍યું હતું અને નવા ઉકેલો શોધવા અપીલ કરી હતી.

ગયા વર્ષે ૧ ઓક્‍ટોબરે ભારતમાં ૫G સેવા શરૂ કરવામાં આવી હતી. ટેલિકોમ્‍યુનિકેશન વિભાગને ૫G સ્‍પેક્‍ટ્રમની હરાજીમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાની બિડ મળી હતી.

(4:23 pm IST)