Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

૮૯૫ના રિચાર્જમાં આખા વર્ષ દરમિયાન અનલિમિટેડ કોલિંગઃ ડેટા મળશે

Jioનો નવો પ્‍લાન બધાથી અલગ છે !

નવી દિલ્‍હી, તા.૨૨: Jio સતત નવા પ્‍લાન લોન્‍ચ કરે છે. જો તમે પણ એક વર્ષનો પ્‍લાન શોધી રહ્યા છો, તો અમે તમને સૌથી અલગ પ્‍લાન વિશે માહિતી આપવા માંગીએ છીએ. આ પ્‍લાનના ઘણા ફીચર્સ છે, આ અંતર્ગત તમને અનલિમિટેડ કોલિંગ, ડેટાની સુવિધા આપવામાં આવે છે. માત્ર ૮૯૫નું રિચાર્જ કરાવ્‍યા બાદ તમારો ફોન આખું વર્ષ ચાલશે. તો ચાલો તમને પણ તેના વિશે માહિતી આપીએ.

Jio ૮૯૫ રિચાર્જ કરાવ્‍યા પછી, તમને આખા વર્ષ માટે અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સાથે આ પ્‍લાનમાં તમને ૨૪GB ડેટા પણ આપવામાં આવે છે. આ ડેટા આખા વર્ષ માટે ઉપલબ્‍ધ છે. જેમાં દરરોજ ૫૦ SMS પણ આપવામાં આવે છે. આ પ્‍લાન હેઠળ તમને ૨૮ દિવસના પ્‍લાનની ૧૨ સાઈકલ મળે છે. એટલે કે જો પ્‍લાનમાં ઉપલબ્‍ધ ડેટાની વાત કરીએ તો દર ૨૮ દિવસે ૨ જીબી ડેટા આપવામાં આવે છે. આમાં Jio TV, Jio Cinema, Jio સિકયોરિટીનું સબસ્‍ક્રિપ્‍શન આપવામાં આવ્‍યું છે.

Jio ૧૮૬ રિચાર્જમાં તમને ઘણી સુવિધાઓ પણ મળે છે. આ પ્‍લાન અનલિમિટેડ કૉલિંગ, ડેટા અને SMS જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. પ્‍લાનની ૨૮ દિવસની વેલિડિટી ઉપલબ્‍ધ છે. આ સાથે દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. આ સિવાય પ્‍લાનમાં દરરોજ ૧૦૦ SMS પણ આપવામાં આવે છે. તમને સબસ્‍ક્રિપ્‍શનને લઈને પણ કોઈ ફરિયાદ નહીં હોય, કારણ કે પ્‍લાનમાં Jio TV, Jio Cinema, Jio સિકયુરિટીનું સબસ્‍ક્રિપ્‍શન બિલકુલ ફ્રી આપવામાં આવે છે.

અમે તમને અગાઉથી જણાવી દઈએ કે થ્‍શંના આ પ્‍લાન માત્ર ફોન યુઝર્સ માટે છે. તેનો ફાયદો તમને Jio ફોનના કિસ્‍સામાં જ મળશે. તો જ આ પ્‍લાન ખરીદો જો તમે Jio Phone યુઝર છો, અન્‍યથા આ પ્‍લાન તમારા માટે બિલકુલ નથી. Jio ૨૨૨ રિચાર્જ પણ આવું જ છે, આમાં તમને બધી સુવિધાઓ આપવામાં આવે છે જે તેને અલગ બનાવે છે.

(4:08 pm IST)