Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુધારાની બધી આશા ઠગારી નીવડે ત્‍યારે જ ફાંસી

ચીફ જસ્‍ટીશે બાંધી લક્ષ્મણ રેખા

નવી દિલ્‍હી, તા.૨૨: સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્‍વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે કોઈપણ દોષિતને ત્‍યારે જ ફાંસી અથવા ફાંસીની સજા આપવી જોઈએ જ્‍યારે તેના સુધારાની તમામ આશાઓ અને આકાંક્ષાઓ પૂરી થઈ જાય. ચીફ જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્‍ટિસ હિમા કોહલી અને જસ્‍ટિસ પીએસ નરસિમ્‍હાની બેન્‍ચે મંગળવારે એ વાતના મહત્‍વ પર ભાર મૂકયો હતો કે દોષિત સુધારણા માટે હકદાર છે કે નહીં તે નક્કી કરવા માટે શરતો અને સંજોગો શું હોવા જોઈએ.

તમને જણાવી દઈએ કે ૨૧ માર્ચના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્‍ચે સુંદરરાજન નામના વ્‍યક્‍તિની ફાંસીની સજા ઘટાડીને ૨૦ વર્ષની જેલ કરી હતી. સુંદરરાજનને ૨૦૦૯માં ૭ વર્ષના છોકરાનું અપહરણ કરીને તેની હત્‍યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્‍યો હતો અને તેને મળત્‍યુદંડની સજા કરવામાં આવી હતી.

કેસની સુનાવણી કરતી વખતે, જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્‍ટિસ હિમા કોહલી અને જસ્‍ટિસ પીએસ નરસિમ્‍હાની બેન્‍ચે સુંદરરાજનની સજાને યથાવત રાખી હતી પરંતુ મળત્‍યુદંડની સજાને ૨૦ વર્ષની કેદમાં ફેરવી હતી. આ દરમિયાન, કોર્ટે ટિપ્‍પણી કરી હતી કે કોઈપણ ગુનાહિત કળત્‍ય માટે દોષિત ઠેરવવાના પરિબળોમાં આરોપીની પળષ્ઠભૂમિ, કસ્‍ટડી અથવા કેદના સમયગાળા દરમિયાન જેલમાં તેનું વર્તન અથવા તેના ગુનાહિત ઇતિહાસનો સમાવેશ થાય છે.

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્‍યારે દોષિતને સુધારવાની તમામ શકયતાઓ પૂરી થઈ ગઈ છે, ત્‍યારે જ તેની ફાંસીની સજા પર વિચાર કરવો જોઈએ. સર્વોચ્‍ચ અદાલતના ૨૦૧૩ના ચુકાદા સામે સુંદરરાજન દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે બેન્‍ચે ચુકાદો આપ્‍યો હતો. ૨૦૧૩માં સર્વોચ્‍ચ અદાલતે સુંદરરાજનને ફાંસીની સજા આપવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્‍યો હતો.

 રિવ્‍યુ પિટિશન પર સુનાવણી કરતી વખતે કોર્ટે તમિલનાડુના કુડ્ડલોરના કમ્‍માપુરમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો પણ આદેશ આપ્‍યો હતો. કોર્ટે પોલીસ અધિકારીને ખોટી એફિડેવિટ દાખલ કરવા અને જેલમાં અરજદારની વર્તણૂક છુપાવવા બદલ દોષી ઠેરવ્‍યો હતો અને રજિસ્‍ટ્રીને અધિકારી વિરુદ્ધ સુઓ મોટુ નોટિસ જારી કરવા જણાવ્‍યું હતું.

(4:06 pm IST)