Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્‍ટે પકડી રફ્‌તાર : ૧૨ દેશોમાં થઈ એન્‍ટ્રી

XBB1.16 ના સૌથી વધુ કેસ ભારતમાં : ઉપરાંત અમેરિકા, બ્રુનેઈ, સિંગાપોર, ચીન અને યુકે પણ યાદીમાં સામેલ

નવી દિલ્‍હી તા.૨૨ : ભારતમાં કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે અને કુલ એક્‍ટિવ કેસોની કુલ સંખ્‍યા વધીને ૬,૫૫૯ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના જણાવ્‍યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસના કેસમાં વધારા પાછળ કોવિડ-૧૯નો XBB ૧.૧૬ વેરિઅન્‍ટ છે. XBB1.16 વેરિઅન્‍ટ એ કોવિડના ઓમિક્રોન વેરિઅન્‍ટના રિકોમ્‍બિનેશન હ્‍ગ્‍ગ્‍ વેરિઅન્‍ટનો વંશજ છે જે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. INSACOGના નવા આંકડા ડેટા અનુસાર, દેશમાં હાલમાં હ્‍ગ્‍ગ્‍૧.૧૬ના ૭૬ કેસ છે.

એક રિપોર્ટ અનુસાર, કોવિડ-૧૯ના આ વેરિઅન્‍ટરથી નવી લહેરની શકયતા વધી શકે છે. XBB1.16 વેરિઅન્‍ટ કેટલો ખતરનાક છે, તે કયા દેશોમાં કહેર મચાવી ચૂકયો છે અને કોને સૌથી વધુ જોખમ છે? આ વિશે પણ જાણી લો.

કોરોનાના નવા વેરિઅન્‍ટ પર નજર રાખનારા અને WHOના વેક્‍સિન સેફ્‌ટી નેટના સભ્‍યએ જણાવ્‍યું કે, નવો XBB.1.16 વેરિઅન્‍ટ ઓછામાં ઓછા ૧૨ દેશોમાં જોવા મળ્‍યો છે, જેમાંથી સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળ્‍યા છે.

તેમના જણાવ્‍યા અનુસાર, XBB.1.16 વેરિઅન્‍ટ ઓછામાં ઓછા ૧૨ દેશોમાં મળી આવ્‍યો છે, જેમાંથી સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળ્‍યા છે. ભારત ઉપરાંત અમેરિકા, બ્રુનેઈ, સિંગાપોર, ચીન અને યુકે પણ આ યાદીમાં સામેલ છે. જ્‍યાં XBB.1.16 વેરિઅન્‍ટના કેસોમાં વધારો થયો છે. વૈશ્વિક સ્‍તરે XBB.1.16 વિશે ચિંતા છે કારણ કે આ સબ-વેરિઅન્‍ટમાં વાયરસના નોન-સ્‍પાઇક ક્ષેત્રમાં કેટલાક મ્‍યૂટેશન થયા છે જે ઇમ્‍યૂનિટીને અસર કરે છે.

WHOના વેક્‍સિન સેફ્‌ટી નેટના સભ્‍યના જણાવ્‍યા અનુસાર, XBB.1.16 વેરિઅન્‍ટ XBB.1.5 કરતાં ૧૪૦ ટકા ઝડપથી વળદ્ધિ કરે છે, જે તેને વધુ આક્રમક બનાવે છે. આ વેરિઅન્‍ટમાં ત્રણ વધારાના સ્‍પાઇક મ્‍યુટેશન E180V, K478R, અને S486P છે, જેને તાજેતરમાં બ્રીફિંગ દ્વારા ઓળખવામાં આવ્‍યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, જો XBB.1.16 વેરિઅન્‍ટ ભારતમાં આવી ચૂકેલા જૂના વેરિએન્‍ટ BA.2.75, BA.5, BQs, XBB.1.5ની જેમ ભારતીયોની મજબૂત રોગ-તિકારક શક્‍તિની સામે પસ્‍ત ન થયો તો સમગ્ર વિશ્વએ આ પરિસ્‍થિતિને ગંભીરતાથી લેવી પડશે. આ પરિસ્‍થિતિનો સામનો કરવા માટે નજીકથી દેખરેખ રાખવી અને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે.

ભારતીય SARS-CoV-2 જેનોમિક્‍સ કન્‍સોર્ટિયમ (INSACOG)ના કો-ચેરમન ડૉ. સૌમિત્ર દાસના જણાવ્‍યા અનુસાર, જાન્‍યુઆરી ૨૦૨૩ની શરૂઆતમાં સૌથી પહેલા કોવિડ XBB1.16ની ઓળખ કરવામાં આવી હતી. આ વેરિઅન્‍ટની હાલમાં નજર રાખવામાં આવી રહી છે. અત્‍યારે અમારી પાસે આને સંપૂર્ણ રીતે સમજવા માટે પૂરતો ડેટા નથી પરંતુ આપણે સાવધાની વર્તવાની અને માસ્‍ક પહેરવાની જરૂર છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં સરકારે ૮ ઉચ્‍ચ જોખમ ધરાવતા લોકોને આ વેરિઅન્‍ટથી વધુ ખતરો જણાવ્‍યો છે. ૮ પ્રકારના લોકોને કોવિડનો ખતરો તો થઈ જ શકે છે સાથે જ ગંભીર સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનું કારણ બની શકે છે અથવા તેમના માટે મળત્‍યુનું કારણ પણ બની શકે છે. જ્‍યારે જે લોકોને વધારે જોખમમાં નથી તેઓ જલ્‍દી સ્‍વસ્‍થ થઈ જાય છે. AIIMS/ICMR કોવિડ-૧૯ નેશનલ ટાસ્‍ક ફોર્સ/જોઈન્‍ટ મોનિટરિંગ ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં ૮ પ્રકારના લોકોને કોવિડના આ વેરિએન્‍ટનું જોખમ વધારે છે. જેમાં વળદ્ધો અથવા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમને હૃદય રોગ અને ધમનીની બિમારી છે, ડાયાબિટીસવાળા લોકો, નબળી રોગ-પ્રતિકારક શક્‍તિ ધરાવતા લોકો, એચઆઈવી પોઝીટીવ લોકો, જે દર્દીઓને ફેફસાં, કિડની અથવા લીવરની જૂની બિમારી હોય તેવા દર્દીઓ, સેરેબ્રોવેસ્‍કયુલર રોગથી પીડાતા લોકો , સ્‍થૂળતાથી પીડાતા લોકો અને જેમનું વેક્‍સિનેશન નથી થયું તેવા લોકોને આ વેરિઅન્‍ટથી વધુ જોખમ છે.

અત્‍યાર સુધી આ નવા સર્કુલેટિંગ કોવિડ વેરિઅન્‍ટ XBB 1.16થી સંબંધિત કોઈ વિશિષ્ટ લક્ષણો જણાવવામાં આવ્‍યા નથી. કોવિડના જૂના લક્ષણો જે સંક્રમણની પુષ્ટિ કરે છે જેમ કે માથાનો દુખાવો, તાાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ વગેરે પણ આ વેરિઅન્‍ટના લક્ષણો હોઈ શકે છે. આ સિવાય કેટલાક લોકોને પેટમાં દુખાવો અને બેચેની અને ઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે.

(3:59 pm IST)