Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આજે બ્રીટીશ સંસદમાં લોકડાઉન હળવો કરવાનો રોડ-મેપ જાહેર

લંડન તા. રરઃ નવા કોરોના સ્ટ્રેનમાં સપાડયેલ ઇંગ્લેન્ડને દર મહિને તબક્કાવાર લોક ડાઉનમાંથી બહાર કાઢવાનો પ્લાન કાલે બપોરે બ્રીટીશ સંસદ સમક્ષ વડાપ્રધાન બોરીસ જોન્સન જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે કેબીનેટમાં મંજુરી અપાશે.

આ રોડ મેપ મુજબ સહુ પ્રથમ ૮ માર્ચે સ્કૂલો ખોલવામાં આવશે. હેર ડ્રેસર અને પબ પણ ખોલવામાં આવશે. શહેરની બહારના વિસ્તારોમાં આવેલા પબ એપ્રિલના અંત સુધીમાં ખુલ્લા મુકાશે.

ઉનાળા સુધીમાં ઇંગ્લેન્ડને કોરોનાથી ફ્રીડમ અપાવવાના મૂડમાં બોરીસ જોન્સન છે.

આજે કેબીનેટમાં મંજુરી મળ્યા બાદ કાલે બપોર સુધીમાં બ્રિટીશ વડાપ્રધાન ૪ ટેસ્ટ પ્લાન જાહેર કરવાના છે.

૮ માર્ચે સ્કૂલો સાથે બે લોકો કોફી અને જાહેર સ્થળોએ પીકનીક માટે મળી શકે તે માટે છૂટ અપાય તેવી શકયતા છે. જયારે ''રૂલ ઓફ સીકસ'' ૬ લોકો આઉટડોર મેળાવડા માટે ભેગા થઇ શકે તેવી છૂટછાટ ર૯ માર્ચે અપાશે સાથે આઉટડોર સ્પોર્ટસ ફેસીલીટી ફરી ઓપન તે દિવસે કરાશે. અને આઉટડોર રમતો યોજી શકવાની જાહેરાત થશે.

(4:38 pm IST)