Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

યુદ્ધવિરામનો ભંગ કરી પાક દ્વારા ફરીથી ગોળીબાર થયો

જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ઠાર : બીએસએફ અને સેના તરફથ જોરદાર જવાબી કાર્યવાહી

શ્રીનગર,તા. ૨૨ : પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના ભંગ વચ્ચે બીએસએફ અને સેના તરફથી જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી કુંપવારામાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યા બાદ બીએસએફ દ્વારા જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બે પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. કાશ્મીરમાં બીએસએફના આઈજી સોનાલી મિશ્રાએ સેના-બીએસએફની કાર્યવાહીને લઇને સમર્થન આપ્યું ેછે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યા બાદ સેના-બીએસએફની સંયુક્ત કાર્યવાહી રહી હતી. બીએસએફના આઈજીએ કહ્યું હતું કે, અંકુશરેખા અને ભારતીય વિસ્તારોમાં શાંતિનો માહોલ રહે તેમ પાકિસ્તાન ઇચ્છતુ નથી. આજ કારણસર પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. પાકિસ્તાન તરફથી બુધવારના દિવસે પણ યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના નાપાક ઇરાદા સરહદમાં ત્રાસવાદીઓને ઘુસાડવાના રહ્યા છે. બીએસએફ અને સેનાએ સંયુક્તરીતે જોરદાર કાર્યવાહી કરીને બે પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સેનાના જવાનો અંકુશરેખા ઉપર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારબાદ ઘુસણખોરીની શંકાને ધ્યાનમાં લઇને સાવચેતી રાખીરહ્યા છે. યુદ્ધવિરામ ભંગની ઘટનાના એક દિવસ પહેલા જ પાકિસ્તાની સેનાના કેટલાક હેલિકોપ્ટરો આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરીને ભારતીય વિસ્તારમાં ઘુસી ગયા હતા.

(7:56 pm IST)