Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગ્લોબલ સાઇબર ક્રાઇમથી ૩૮,૮પ૬ અબજનું નુકસાન

નવી દિલ્હી, તા.રર : સાઇબર ક્રાઇમની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને હવે આ પ્રકારના ક્રાઇમના કારણે વિશ્વભરમાં વર્ષે ૬૦૦ અબજ ડોલર (આશરે ૩૮,૮પ૬ અબજ રૂપિયા)નું નુકસાન થઇ રહયંુ છે. હવે હેકરો સ્માર્ટ બની ગયા છે અને તેથી તેઓ દૂનિયાની નજરમાં આવ્યા વિના આ ક્રાઇમને અંજામ આપે છે. રશિયા, નોર્થ કોરિયા અને ઇરાનના હેકરો નાણાકીય સંસ્થાઓને ટાર્ગેટ બનાવે છે, જયારે ચીનના હેકરો જાસૂસી માટે હેકિંગનો ઉપયોગ કરે છે.

(3:56 pm IST)