Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વેલેન્ટાઇન્સ ડે પર ૮મા ધોરણની સ્ટુડન્ટને પ્રપોઝ કરનારા ટીચરની ધરપકડ

ચેન્નાઇ તા.રર : તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં આઠમાં ધોરણમાં ભણતી સ્ટુડન્ટને વેલેન્ટાઇન્સ ડે ના રોજ પ્રપોઝ કરવાના અને તેને ધમકાવવાના કેસમાં પોલીસે ૩૧ વર્ષના ટીચર એમ. નિર્મલ પ્રેમકુમાર અને તેના સાથીટીચર એસ. લોરેન્સની ધરપકડ કરી છે. બન્ને પરિણીત છે અને તેમને બાળકો પણ છે. વેલેન્ટાઇન્સ ડે ના દિવસે પ્રેમકુમારે કલાસની વચ્ચે સ્ટુડન્ટને રેડ રોઝ આપી તેને પ્રપોઝ કર્યુ હતુ. સ્ટુડન્ટે ના પાડી દેતા બીજા ટીચર એસ. લોરેન્સ દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી. આથી સ્ટુડન્ટે ઘરે જઇને વાત કરી હતી. તેથી ગયા સોમવારે પેરેન્ટસને સ્કુલની સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પરિણામે બન્ને ટીચરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

(11:28 am IST)