Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વિજ્ઞાનની પરીક્ષામાં મળ્યું હિન્દીનું પેપર

લખનૌ તા.રર : ઉત્તર પ્રદેશમાં હાઇ સ્કુલની પરીક્ષામાં  વ્યાપક પ્રમાણમાં ગરબડ થતીરહે છે અને કોપીના કેસ સૌથી વધારે બને છે. પણ મંગળવારે બનેલો કિસ્સો અજબ છે. મિર્ઝાપુરમાં આવેલા પાલી પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનનું પેપર લખવા બેઠા હતા પણ જયારે તેમના હાથમાં કવેશ્નન પેપર આવ્યું એ હિન્દીનું હતુ. વળી આ સ્કુલમાં પ૪૦ સ્ટુડન્ટસ પરીક્ષા આપી રહયા હતા. પણ માત્ર ર૦૦ પેપર મગાવીને એની ફોટોકોપી કાઢીને એ વિતરિત કરવામાં આવી હતી.

(11:26 am IST)