Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વૈજ્ઞાનિકો આજના સમયના આધુનિક ઋષિ છેઃ દેશને તેમના ઉપર ભરોસો છેઃ ભારત કોરોના રસી માટે પૂર્ણ આત્મનિર્ભર : દેશ પાસે બબ્બે વેકસીન ઉપલબ્ધ : ૩૦ કરોડ લોકોને વેકસીન આપવાનું ચાલુ : નરેન્દ્રભાઇ

વર્ચ્ચુઅલ સંવાદમાં નરેન્દ્રભાઇએ વારાણસીમાં રસી લેનાર પાસે વાતચીત કરી

 વારાણસી ખાતે પ્રથમ ચરણમાં ૨૦ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. ત્યારે વર્ચ્ચુઅલ મીટીંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વારાણસીમાં રસી લગાવનારા લોકો સાથે સંવાદ કરી રહયા છે. ત્યારે નરેન્દ્રભાઇએ અહિ સહુ પ્રથમ વેકસીન લેનાર મહિલા વારાણસીની જીલ્લા મહિલા હોસ્પિટલની મેટ્રન પુષ્પાદેવી સાથે વાત કરી હતી. પુષ્પાએ કહેલ કે પ્રથમ ચરણમાં સહુ પ્રથમ મને વેકસીન આપેલ. મને કોઇ સાઇડ ઇફેકટ નથી. નરેન્દ્રભાઇએ તેને પુછતા પુષ્પાએ કહેલ કે કોઇપણ જાતનો મનમાં ડર રાખવો નહિ કે વેકસીન લેવાથી કંઇ થઇ જશે.

નરેન્દ્રભાઇએ સંબોધનમાં કહેલ કે વૈજ્ઞાનિક આ સમયના આધુનિક ઋષિ છે, દેશના લોકોને તેમના ઉપર ભરોસો છે. વેકસીનને લઇને અમારા ઉપર ભારે દબાણ હતુ. પણ કોરોના વેકસીનને લઇને ભારત આજે સંપૂર્ણ આત્મનિર્ભર છે. આજે દેશ પાસે બબ્બે વેકસીન ઉપલબ્ધ છે. દેશમાં ૩૦ કરોડ લોકોને વેકસીન આપવામાં આવી રહેલ છે.

(4:13 pm IST)