Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જો બાયડનની ટીમમાં સંઘ-ભાજપ સાથે જોડાયેલાઓની બાદબાકી ?

વોશીંગ્ટન : અમેરીકાના નવા પ્રમુખ જો બાયડને તેની ટીમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા લોકોને સ્થાન આપ્યુ નથી. ન્યુઝ ૧૮ના અહેવાલ મુજબ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન સતત તેમની સાથે રહેનાર સોનલ શાહને બાયડન ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી તેનાથી ઘણાની આંખ ખેંચાણી છે. આ ઉપરાંત ચુંટણી પ્રચાર દરમિયાન જો બાયડન સાથે કામ કરનાર એક ગુજરાતી યુવાનને પણ બાયડન ટીમમાંથી બહાર રાખવામાં આવ્યાનું ન્યુઝ ૧૮ નોંધે છે. સૌરાષ્ટ્રના આ ગુજરાતી યુવાનના તાર ભાજપ અને સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે. ભારત અને અમેરીકાના સંખ્યાબંધ સંગઠનોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જયારે સોનલ શાહના પિતાશ્રી આરએસએસ અને બીજેપી સાથે જૂનો નાતો ધરાવે છે. તેમના પિતા સંઘ દ્વારા સંચાલિત એકલ વિદ્યાલય ફાઉન્ડર રહ્યા છે. સોનલ પણ આ સંસ્થા માટે પૈસા એકત્ર કરતી હતી તેવું ન્યુઝ ૧૮ નોંધે છે. ગુજરાતી યુવાન દ્વારા બે વખત રાષ્ટ્રીય એશીયાઈ અમેરીકી અને પ્રશાંત દ્વીપ સમૂહના ડીરેકટરના સમૂહમાં નિયુકત કરવામાં આવ્યા હતા.

એવુ કહેવાય છે કે તેમના પરિવારને વડાપ્રધાન શ્રી મોદી અને બીજા ભાજપ નેતાઓ સાથે સંબંધ છે. ૧૯ જેટલા ભારતીય - અમેરીકી સંગઠનોએ જો બાયડનને લખ્યુ છે કે ભારતમાં દૂર દરાજના હિન્દુ સંગઠનો સાથે સંબંધ રાખનારા સંખ્યાબંધ દક્ષિણ એશીયાઈ - અમેરીકીઓ, ડેમોક્રેટીક પાર્ટી સાથે જોડાયેલા છે.

જો બાયડનની ટીમમાં સીનીયર રાજદ્વારી ઉજારા જેયાને મોકો આપવામાં આવ્યો છે. જેયાએ દેવયાની ખોબરાગડેના કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાગરીકતા કાનુન અને એનઆરસીના વિરોધમાં અમેરીકામાં રેલી કરનાર સમીરા ફાઝીલીને પણ બાયડને પોતાની ટીમમાં સામેલ કરેલ છે. ન્યુઝ ૧૮ના અહેવાલ મુજબ ભાજપ અને સંઘ તથા ભાજપ સાથે જોડાયેલા કોઈપણ વ્યકિતને બાયડને પોતાની ટીમમાં જગ્યા આપી નથી. જે ખૂબ જ સુચક માનવામાં આવે છે.

 જો બાયડન હવે અમેરીકાના ૪૬માં પ્રમુખ બની ચૂકયા છે. તેમની ટીમમાં કોને જગ્યા આપવામાં આવી અને કોને ન આપવામાં આવી તેની ભારે ચર્ચા છે.  એવુ કહેવાય છે કે તેમની ટીમમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યુ નથી જેના તાર ભારતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) અથવા તો ભાજપ સાથે જોડાયેલા છે. બાયડનની ટીમમાં લગભગ ૨૦ જેટલા ભારતીય - અમેરીકીઓને નિયુકત કરવામાં આવ્યા છે.

(3:51 pm IST)