Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

એપ્રિલથી બાઇક અને સ્કૂટરની કિંમતો વધશે

ઘટકોની કિંમતો વધતા કિંમત વધશે

નવીદિલ્હી, તા. ૨૨ : હિરોમોટો કોર્પ, હોન્ડા, યામાહા, બજાજ, સુઝુકી, રોયલ એન્ડફિલ્ડ જેવી ટુ વ્હીલર કંપનીઓ એપ્રિલ ૨૦૧૮થી કિંમતોમાં વધારો કરવા જઇ રહી છે. સરકાર ટુ વ્હીલર્સમાં સીબીએસ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમને અમલી કરવા જઇ રહી છે. આ નિયમ ૧૨૫ સીસીથી ઓછા એન્જિનવાળી બાઇક ઉપર લાગૂ થશે. આની સાથે સાથે ૧૨૫ સીસી એન્જિનથી વધુવાળી બાઇકમાં એબીએસ આપવાની ફરજ પડશે. આ નિયમ ૩૧મી માર્ચ ૨૦૧૮ બાદ લોંચ થનાર ટુ વ્હીલર્સ પર લાગૂ થશે. આ નવા નિયમો લાગૂ થતાં ટુ વ્હીલર્સની કિંમતોમાં વધારો છે. ૧૦૦૦૦થી ૨૦૦૦૦ સુધી કિંમતો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.

(7:39 pm IST)