Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વોટસએપમાં ખોટા ન્યુઝ રોકવા નવુ ફીચર લોન્ચ થશે

સમગ્ર વિશ્વમાં લોકપ્રિય મેસેજીંગ એપ Whatsapp ખોટા ન્યૂઝને અટકાવા માટે ટુંક સમયમાં એક નવુ ટૂલ લોન્ચ કરશે. તેનાથી Whatsapp પોતાના પ્લેટફોર્મ પર આવતા ફેક ન્યૂઝને રોકવા માટે શકય એટલા મફતમાં સ્પામ બનાવા માટે જરૃરી પગલાઓ લેવા માટે પ્રયત્ન કરી રહી છે. Whatsapp ના જણાવ્યા અનુસાર, એક નવી નોટીફિકેશન સિસ્ટમ Whatsapp યૂઝર્સને તે વાતની ચેતવણી આપશે જે મેસેજ દ્યણી બધી વાર ફોરવર્ડ કરવામાં આવ્યા છે તે સ્પામ મેસેજ હોય શકે છે. હવે Whatsapp ફેક ન્યૂઝને રોકવા માટે નવું ફીચર ટેસ્ટિંગ કરી રહ્યું છે. અત્યારે Whatsapp આ નવા ફીચરને iOS વર્જન પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયુ કે કંપનીના યૂઝર્સની વચ્ચે આવતા સ્પામ મેસેજને કેવી રીતે રોકશે. નોંધનીય છે કે, આ ફીચર તે યૂઝર્સને ચેતવણી આપશે જે મેસેજને ફોરવર્ડ કરી રહ્યા છે તે મેસેજ સ્પામ હોય શકે છે. તેમજ ચેતવણી ત્યારે આપવામાં આવશે જયારે મેસેજને 25 વખત કરતા વધુ ફોરવર્ડ કરવામાં આવ્યો હશે.

(5:38 pm IST)