Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુપ્રીમ કોર્ટ હવે મહત્ત્વના કેસોની ફાળવણીની રીત સાર્વજનિક બનાવશે

નવી દિલ્હી, તા. રર : નાજુક વિષયો ધરાવતી જનહિતની અરજીઓની ફાળવણીમાં પારદર્શકતા લાવવાની માંગણી કરનારાઓના સૂચનો ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અભ્યાસ કર્યો છે. એવી અરજીઓની ફાળવણીની જે પદ્ધતિ તેઓ અપનાવશે એ પદ્ધતિને પબ્લિક ડોમેનમાં મૂકીને સાર્વજનિક બનાવવાની વિચારણા પણ મિશ્રા કરી રહ્યા છે.

આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સી.બી.આઇ.ના સ્પેશ્યલ જજ બી.એચ. લોયાના મૃત્યુની સ્વતંત્ર તપાસની માંગણી કરતી બે અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચને સોંપતા લિસ્ટિંગમાં ચાર સિનિયર મોસ્ટ જજિઝે ઉભા કરેલા કેસોની ફાળવણી સહિતના તમામ મુદા સ્પષ્ટ થઇ જાય છે. લોયા કેસ વિશેની અરજીઓની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.

કેસોની ફાળવણી જેવા વિષયો બાબતે જસ્ટિસ મિશ્રાએ સહયોગી જજિઝ સાથે મંત્રણા કરવા ઉપરાંત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સૂચનો પણ ધ્યાનમાં લીધા છે હવે ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં જજિઝને કેસોની ફાળવણી માટે કિલયર કટ સ્ટોર સિસ્ટમ દાખલ કરે એવી શકયતા છે. (૮.૪)

(9:59 am IST)