Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

૧ મહિનામાં પેટ્રોલ ૨.૫૪ મોંઘુ થયું પેટ્રોલઃ કિંમત ૭૫ સુધી પહોંચી ગઇ

નવી દિલ્હી તા. ૨૨ : પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભારે વધારો થયો છે, જેના પગલે સામાન્ય માણસના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર જ પેટ્રોલનો ભાવ ૨.૫ રૂપિયાથી વધુ વધી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યા હોવાથી હજુ પેટ્રોલના ભાવમાં કોઈ ઘટાડો થાય તેવું પણ લાગી રહ્યું નથી.

આ દરમ્યાન દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત છેલ્લા એક મહિનામાં ૬૯.૩૫ રૂપિયાથી વધીને ૭૧.૮૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ચૈન્નઈમાં તો ભાન ૭૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલ મોંઘુ થવાના કારણે અને ભારતીય રૂપિયો નબળો પડવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલના ભાવના આંકડા IOCની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે.

(3:51 pm IST)