Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

૨૦૧૭માં દેશના સૌથી શ્રીમંત ૧% એ ૭૩% ધન પ્રાપ્ત કર્યુ

ઓકસફર્મનો ચોકાવનારો રિપોર્ટઃ આવકની અસમાનતાએ મોઢુ ફાડયું: વિશ્વ સ્તરે ગયા વર્ષની કુલ સંપત્તિના ૮ર ટકા એક ટકા લોકો પાસે ગયાઃ અબજપતિઓની સંપત્તિ ર૦૧૦થી ૧૩ ટકાની સરેરાશથી વધીઃ ટોચના ઉદ્યોગપતિની એક વર્ષની કમાણી સુધી પહોંચતા સામાન્ય મજુરને ૯૪૧ વર્ષ લાગે

નવી દિલ્હી તા.ર૧ : ભારતમાં સૌથી અમીર એક ટકા લોકોએ ગયા વર્ષે દેશમાં ઉત્પન્ન ધનના ૭૩ ટકા હિસ્સો મેળવ્યો હતો. એક નવા સર્વેમાં વધતી આવક અસમાનતાની ચિંતાજનક તસ્વીર રજુ કરે છે. આ સિવાય દુનિયાના શકિતશાળી અને સમૃધ્ધ લોકોની વાર્ષિક આવક જાહેર થાય તે પહેલા ઓકસફાર્મ દ્વારા જારી કરવામાં આવેલા સર્વે અનુસાર જનસંખ્યાના સૌથી ગરીબ ૬૭ કરોડ ભારતીયોએ પોતાની સંપત્તિમાં માત્ર એક ટકાની વૃધ્ધિ નિહાળી હતી.

વિશ્વસ્તરે આ સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. જયાં ગયા વર્ષે કુલ મળીને નાણાનાં ૮ર ટકા હિસ્સો એક ટકા પર ગયો જયારે ૩.૭ અબજ લોકો વસ્તીના સૌથી વધુ ગરીબ વસ્તીના ખાતામાં પોતાની સંપત્તિમાં કોઇ વધારો નથી થયો.

વાર્ષિક ઓકસફાર્મની દેખરેખ સંપુર્ણ રીતે જોવામાં આવે છે અને વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં વિગતવાર ચર્ચા થાય છે જયાં વધતી આવક અને લૈંગિક અસમાનતા વિશ્વના નેતાઓના મુખ્ય બિંદુઓમાંથી એક છે.

ગયા વર્ષના સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે, ભારતના સૌથી અમીર એક ટકા દેશની કુલ સંપત્તિના પ૮ ટકાનો હિસ્સો છે જે લગભગ પ૦ ટકાના વૈશ્વિક આંકડાથી વધુ છે. આ વર્ષના સર્વેમાં એક વાત એ પણ જાણવા મળી કે ર૦૧૭-૧૮ દરમિયાન ભારતના સૌથી ધનવાન એક ટકા લોકોની સંપત્તિ ર૦.૯ લાખ કરોડ રૂપિયાથી વધી ગઇ છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અમીર વર્ગને મોટાપાયે નાણુ એકઠા કરવામાં મદદ મળે છે. જયારે સેંકડો ગરીબ લોકો વેતનને બચાવવા માટે સંઘર્ષ કરતા હોય છે. ર૦૧૭માં દર બે દિવસમાં એકના દરથી અબજપતિઓની સંખ્યામાં અભુતપુર્વ વધારો જોવા મળ્યો હતો. અબજપતિઓની સંપત્તિ ર૦૧૦થી ૧૩ ટકાના દરે વધી છે. સામાન્ય શ્રમિકોની મજુરીથી તે છ ગણી વધુ છે જે ફકત ર ટકાના વાર્ષિક દરે વધી છે.

ભારતમાં એક ન્યુનતમ મજુર માટે ૯૪૧ વર્ષ લાગશે જેનાથી એક અગ્રણી ભારતીય પરિધાન ફર્મના ટોપ પેઇડ એકઝીકયુટીવે એક વર્ષમાં કમાણી કરી. અમેરિકામાં એક સીઇઓ માટે એક વર્ષમાં એક સાધારણ કાર્યકર્તા શું કમાય છે એ માટે તે થોડુ કામ કરે છે. દસ દેશોમાં કરવામાં આવેલા ૧ લાખ ર૦ હજાર લોકોના વૈશ્વિક સર્વેના પરિણામોનો હવાલો આપતા ઓકસફાર્મનું કહેવુ છે કે આ અસમાનતા ઉપર કાર્યવાહી માટે સમર્થનનો આધાર પ્રદાન કરાય છે અને લગભગ બે તૃતીયાંશ ઉપકર દાતાઓનુ માનવુ છે કે અમીર અને ગરીબની વચ્ચેના અંતરને તત્કાલ સંબોધિત કરવા જોઇએ.

(11:20 am IST)