Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ટુજી કૌભાંડ કેસઃ ઘટનાક્રમ

       નવી દિલ્હી,તા. ૨૪ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ભૂકંપ સર્જનાર દેશના સૌથી મોટા કોભાંડો પૈકી એક તરીકે ગણાતા રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કોંભાંડ કેસમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કાનીમોઝી સહિત તમામ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચુકાદાથી કેસમાં નવો વળાંક આવી ગયો છે. નાટ્યાત્મકરીતે વળાંક આવ્યા બાદ ચુકાદો જાહેર કરાતા કાયદાકીય નિષ્ણાતોમાં પણ આને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. ટુજી કૌભાંડ કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

*   મે ૨૦૦૭ : રાજા ટેલિકોમ પ્રધાન બન્યા

*   ૭મી ઓગસ્ટ ૨૦૦૭ : દુરસંચાર વિભાગ દ્વારા યુએએસ સાથે મળી ટેલિકોમ માટે ટુજી સ્પેક્ટ્રમની ફાળવણીની પ્રક્રિયા શરૂ થઈ

*   ૨૫મી સપ્ટેમ્બર ૨૦૦૭ : ટેલિકોમ મંત્રાલયે ૧લી ઓક્ટોબર ૨૦૦૭ તરીકે અરજી માટે સમય મર્યાદા નક્કી કરવા પ્રેસનોટ જારી કરી

*   ૧લી ઓક્ટોબર ૨૦૦૭ : ૪૬ કંપનીઓની યુએએસ લાઈસન્સ માટે ડોટને ૫૭૫ અરજીઓ મળી

*   ૨જી નવેમ્બર ૨૦૦૭ : વડાપ્રધાને રાજાને પત્ર લખી નિષ્પક્ષ રીતે ટુજી સ્પેક્ટ્રમની ફાળવણીની ખાતરી કરવા કહ્યું

*   ૨૨મી નવેમ્બર ૨૦૦૭ : નાણાંમંત્રાલયે તેના દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી ડોટને પત્ર લખ્યો અને સમીક્ષાની માગ ફગાવી દેવામાં આવી

*   ૧૦મી જાન્યુઆરી ૨૦૦૮ : ડોટે વહેલા તે પહેલાના આધાર ઉપર લાઈસન્સ જારી કરવાનો નિર્ણય કર્યો

*   ૨૦૦૮ : શ્વાન ટેલીકોમ, યુનિટેક અને ટાટા ટેલી સર્વિસે તેમની હિસ્સેદારીનો હિસ્સો ઊંચી કિંમતે ક્રમશ ઇટીસલાટ, ટેલીનોર અને ડોકોમોને વેચી દીધો

*   ૨૯મી નવેમ્બર ૨૦૦૮ : સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી ભ્રષ્ટાચાર અટકાયત ધારા હેઠળ રાજા સામે ખટલો ચલાવવા મંજૂરી માગી

*   ૪થી મે ૨૦૦૯ : એનજીઓ ટેલિકોમ વોચ ડોગે સ્પેક્ટ્રમ ફાળવણીમાં ગેરરીતિ અંગે સીવીસી સમક્ષ ફરિયાદ કરી

*   ૨૦૦૯ : ટુજી સ્પેક્ટ્રમની ફાળવણીમાં તપાસ કરવા સીબીઆઈને સીવીસીએ આદેશ આપ્યો

*   ૧લી જુલાઈ ૨૦૦૯ : દિલ્હી હાઈકોર્ટે કટ ઓફ તારીખની બાબતને જાળવી રાખી

*   ૨૧મી ઓક્ટોબર ૨૦૦૯ : સીબીઆઈએ આઈપીસી અને ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમો હેઠળ ડોટના અધિકારીઓ સહિત ઘણા અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરી

*   ૨૨મી ઓક્ટોબર ૨૦૦૯ : સીબીઆઈએ ડોટની ઓફિસમાં દરોડા પાડ્યા

*   ૧૬મી નવેમ્બર ૨૦૦૯ : સીબીઆઈએ કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાની ટેલિકોમ વાતચીતની વિગત માગી

*   ૩૧મી માર્ચ ૨૦૧૦ : કેગના અહેવાલમાં વ્યાપક ગેરરીતિનો ખુલાસો થયો

*   ૬ઠી મે ૨૦૧૦ : રાજા અને રાડિયા વચ્ચે ટેલિફોનીક વાતચીત જાહેર થઈ

*   ૧૦મી મે ૨૦૧૦ : એનજીઓ સેન્ટ્રર ફોર પબ્લીક દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરીને કોભાંડમાં સીટ અથવા સીબીઆઈ દ્વારા તપાસની માગ કરી

*   ૨૫મી મે ૨૦૧૦ : દિલ્હી હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી

*   ૧૦મી ઓગસ્ટ ૨૦૧૦ : હાઈકોર્ટના ચુકાદા સામે એનજીઓ દ્વારા સુપ્રીમમાં અપીલ કરાઈ

*   ૧૮મી ઓગસ્ટ ૨૦૧૦ : દિલ્હી હાઈકોર્ટે રાજા સામે ખટલો ચલાવવા સ્વામીની ફરિયાદ પર નિર્ણય લેવા વડાપ્રધાનને આદેશ આપવાનો ઇન્કાર કર્યો

*   ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૦ : સુપ્રીમ કોર્ટે ત્રણ અરજીઓનો આક્ષેપ અંગે ૧૦ દિવસમાં જવાબ આપવા કેન્દ્ર અને રાજાને આદેશ કર્યો, ૭૦,૦૦૦ કરોડના કૌભાંડનો આક્ષેપ કરાયો

*   ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ : સ્વામીએ રાજા સામે ખટલો ચલાવવા વડાપ્રધાનને આદેશ આપવા માગ કરી સુપ્રીમમાં અપીલ કરી

*   ૮મી ઓક્ટોબર ૨૦૧૦ : કૌભાંડ અંગે કેગનો અહેવાલ અંગે જવાબ આપવા સરકારને સુપ્રીમે સુચના આપી

*   ૨૧ ઓક્ટોબર ૨૦૧૦ : સુપ્રીમ સમક્ષ કેંગનો મુસદા અહેવાલ રજૂ થયો

*   ૨૯ ઓક્ટોબર ૨૦૧૦ : કૌભાંડમાં ધીમી તપાસ બદલ સીબીઆઈની ટીકા કરાઈ

*   ૧૦મી નવેમ્બર ૨૦૧૦ : કેગના અહેવાલમાં જણાવાયું કે કૌભાંડથી તિજોરીને ૧.૭૬ લાખ કરોડનું નુકશાન થયું

*   ૧૧ નવેમ્બર ૨૦૧૦ : ડોટે સુપ્રીમમાં અપીલ કરીને કહ્યું કે પોલીસી નિર્ણય અંગે પ્રશ્નો કરવાની કેગને સત્તા નથી

*   ૧૪મી નવેમ્બર ૨૦૧૦ : ટેલિકોમ પ્રધાન તરીકે રાજાએ રાજીનામું આપ્યું

*   ૨૦મી નવેમ્બર ૨૦૧૦ : વડાપ્રધાને સુપ્રીમમાં એફીડેવીટ દાખલ કરી

*   ૨૨મી નવેમ્બર ૨૦૧૦ : સીબીઆઈએ સુપ્રીમમાં કહ્યું કે તે ત્રણ મહિનાની અંદર કેસમાં ચાર્જશીટ દાખલ કરશે

*   ૨૨ નવેમ્બર ૨૦૧૦ : સીબીઆઈએ સુપ્રીમમૈાં કહ્યું કે રાજાની ભૂમિકામાં ચકાસણી થશે

*   ૨૪ નવેમ્બર ૨૦૧૦ : સુપ્રીમે રાજા સામે ખટલો ચલાવવા મંજૂરી આપવા માટે વડાપ્રધાનને આદેશની માગ કરતી સ્વામીની અરજી પર ચુકાદો અનામત રાખ્યો

*   ૨૫મી નવેમ્બર ૨૦૧૦ : રાજાની પૂછપરછ ન કરવા બદલ સીબીઆઈએ ઝાટકણી કાઢવામાં આવી

*   ૨૯મી નવેમ્બર ૨૦૧૦ : સીબીઆઈએ કેસમાં તપાસ અંગે સ્ટેટર્સ રિપોર્ટ રજૂ કર્યો

*   ૨૦મી નવેમ્બર ૨૦૧૦ : સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ પર નજર રાખવા સીવીસીના વડાના અધિકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા

*   ૧લી ડિસેમ્બર ૨૦૧૦ : રાડિયા અને અન્ય વચ્ચે વાતચીત અંગે મૂળભૂત ટેપ માગવામાં આવી

*   ૧લી ડિસેમ્બર ૨૦૧૦ : રાજાએ સુપ્રીમમાં કેગના તારણો સામે પ્રશ્નો ઉઠાવ્યા

*   ૨જી ડિસેમ્બર ૨૦૧૦ : સરકારે રેકોર્ડેડ ટેપ રજૂ કરી

*   ૮મી ડિસેમ્બર ૨૦૧૦ : ૨૦૦૧ બાદથી સ્પેક્ટ્રમ ફાળવણીમાં તપાસની સુપ્રીમે સૂચના આપી, સુપ્રીમે કેસ ચલાવવા ખાસ કોર્ટની રચનાનો આદેશ કર્યો

*   ૮મી ડિસેમ્બર ૨૦૧૦ : ઇડીએ તેનો અહેવાલ રજૂ કર્યો

*   ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૧ : સ્વામીએ ચિદમ્બરમ્ને સહ આરોપી બનાવવા ખાસ સીબીઆઈ કોર્ટમાં અપીલ કરી

*   ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૧ : સીબીઆઈએ સુપ્રીમમાં ચિદમ્બરમ્નો બચાવ કરી ડોટ ઉપર આક્ષેપ કર્યો

*   ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૧ : સીબીઆઈએ અનિલ અંબાણીની ભૂમિકામાં તપાસની વાત કરી અને ટાટા અને વીડીયોકોનની ક્લીન ચીટ આપી

*   ૧૦મી ઓક્ટોબર ૨૦૧૧ : સુપ્રીમે સ્વામીની અરજી પર ચુકાદો અનામત રાખ્યો

*   ૨૨મી ઓક્ટોબર ૨૦૧૧ : ખાસ અદાલતે ટુજી કેસમાં રાજા અને અન્ય ૧૬ સામે આરોપો ઘડ્યા

*   નવેમ્બર ૨૦૧૧ : રાજા અને બેહુરા સિવાય અન્ય ૧૨ને જામીન મળ્યા

*   ૧૨મી ડિસેમ્બર ૨૦૧૧ : સીબીઆઈએ ત્રીજી ચાર્જશીટ દાખલ કરી. ટોચની કંપનીઓના પ્રમોટરોનો ઉલ્લેખ કરાયો

*   ૩૧મી જાન્યુઆરી ૨૦૧૨ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીસી એક્ટ હેઠળ દાખલ અરજી બંધારણીય અધિકાર ધરાવે છે

*   ૨જી ફેબ્રુઆરી ૨૦૧૨ : સુપ્રીમ કોર્ટે રાજાના ગાળા દરમિયાન મંજૂર ૧૨૨ લાઈસન્સ રદ કયા

*   ૨જી ફેબ્રુઆરી ૨૦૧૨ : સુપ્રીમ કોર્ટે ટુજી કેસમાં ચિદમ્બરમ્ની ભૂમિકામાં તપાસ કરવા સીબીઆઈને આદેશ આપવા ઇન્કાર કરી આ મામલા અંગે નિર્ણય કરવા ખાસ અદાલતને કહ્યું

*   ૪થી ફેબ્રુઆરી ૨૦૧૨ : ખાસ અદાલતે ચિદમ્બરમ્ને સહ આરોપી બનાવવાની અરજી ફગાવી દીધી

*   ૨૪મી ઓગસ્ટ ૨૦૧૨ : ટુજી કેસમાં ચિદમ્બરમ્ને આરોપી બનાવવા સ્વામીની અરજી ફગાવાઈ

*   ૩૧મી ઓક્ટોબર ૨૦૧૪ : મની લોન્ડરિંગ કેસમાં આરોપો ઘડવામાં આવ્યા

*   ૧૦મી નવેમ્બર ૨૦૧૪ : ૧૯મી ડિસેમ્બરથી અંતિમ દલીલો કરાઈ

*   ૫મી ડિસેમ્બર ૨૦૧૭ : ટુજી કેસમાં ચુકાદો જાહેર કરવા માટે ૨૧મી ડિસેમ્બરની તારીખ ખાસ અદાલત દ્વારા નક્કી કરાઈ હતી

*   ૨૧મી ડિસેમ્બર ૨૦૧૭ : ખાસ અદાલતે ત્રણ કેસમાં રાજા અને અન્ય તમામ સહિત તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા

(7:38 pm IST)