Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પાક.ના હવે ત્રણ દુશ્મન-ભારત, કીવી અને ઈંગ્લેન્ડ

કીવી-ઈંગ્લેન્ડના અપમાનની આગમાં સળગતું પાક. : ત્રણેય દુશ્મનો સામે મેદાને જંગમાં બદલો લેવા પાકિસ્તાની ક્રિકેટ ફેન્સને પોતાની ટીમને સપોર્ટ કરવા રમીઝની અપીલ

લાહોર, તા.૨૧ : પાડોશી પાકિસ્તાન ભારતની સાથે હંમેશા દુશ્મની વ્યક્ત કરતું આવ્યું છે. જંગના મેદાનમાં હતી પરંતુ હવે પાકિસ્તાન તેને ક્રિકેટના મેદાનમાં લઈને પહોંચી ગયું છે. હકીકતમાં પાકિસ્તાન સમયે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પાસેથી મળેલા અપમાનની આગમાં સળગી રહ્યું છે. હવે તે ગુસ્સામાં ક્રિકેટની દુનિયામાં જંગની જાહેરાત કરી રહ્યુ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાઝાએ કહ્યુ કે ક્રિકેટ જગતમાં રીતે અમને બ્લોક કરવામાં આવ્યા તો અમે આગળ સન્માન કરીશું નહીં. તેમણે પાકિસ્તાનને ઉશ્કેરતા કહ્યુ કે, અમે તેનો બદલો મેદાન--જંગમાં લેશું. રાઝાએ એક તરફથી પોતાના ક્રિકેટ ખેલાડીઓ અને દેશના રમત પ્રેમીઓનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે કહ્યુ કે, જો આપણા ક્રિકેટની ઇકોનોમી વધુ મોટી હોત તો તે ઇનકાર કરત. આપણે આપણા ક્રિકેટની ઇકોનોમી વધારવી છે જેથી તેને રૂચિ રહે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ઝટકો આપતા મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. તેવામાં રમીઝ રાઝાએ વીડિયો જાહેર કરતા કહ્યુ કે, પાકિસ્તાનના ફેન્સ, પોતાની ટીમને સપોર્ટ કરીને રોષ વ્યક્ત કરે.

રાઝાએ આગળ કહ્યુ કે, વિશ્વકપમાં આપણા નિશાન પર પહેલા તો આપણા પાડોશી હતા પરંતુ હવે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને પણ સામેલ કરી દો. તેનાથી હિંમત બનાવો અને આપણે માત ખાવાની નથી અને તેનો બદલો આપણે મેદાન--જંગમાં લેશું. હવે તેઓ ક્યા જંગની વાત કરી રહ્યાં છે. પરંતુ રમીઝ રાઝાના ગુસ્સાથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાનમાં નારાજગી જોવા મળી રહી છે.

બરબાદી તરફ આગળ વધી રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તે સમયે ઓક્સીજન મળ્યો હતો, જ્યારે ૨૦૧૯માં શ્રીલંકાએ ત્રણ વનડે, ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મેચ રમવા પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ ફરી પાકિસ્તાન ૧૨ વર્ષ પાછળ પહોંચી ચુક્યુ છે. એક સપ્તાહની અંદર બે દેશોએ તેનું આંતરરાષ્ટ્રીય અપમાન કરી દીધુ. ન્યૂઝીલેન્ડે મેચ શરૂ થતાં પહેલા પ્રવાસ રદ્દ કર્યો તો પછી ઈંગ્લેન્ડે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો. પશ્ચિમી દેશોને આતંકી ખતરાની આશંકા હતા. તેને ગુપ્ત જાણકારી મળી હતી કે પાકિસ્તાનમાં તેની ટીમને ખતરો થઈ શકે છે.

સંપૂર્ણ કાંડ બાદ પીસીબી ચીફ રમીઝ રાઝાએ પોતાની ભડાસ કાઢી છે. મિનિટ ૫૭ સેકેન્ડના વીડિયોમાં પૂર્વ કેપ્ટન ક્યારેક ગુસ્સો દેખાડે છે તો ક્યારેક પોતાની નારાજગી. રાઝાએ ભારતનું નામ લીધા વગર બદલો લેવાની વાત કહી છે. પીસીબીએ મંગળવારે વીડિયો રિલીઝ કર્યો જેમાં રમીઝે કહ્યુ- હું ઈંગ્લેન્ડના હટવાથી નિરાશ છું,

પરંતુ તેની આશંકા હતી કારણ કે પશ્ચિમ દેશ એક થઈ જાય છે અને એક બીજાનું સમર્થન કરે છે. તમે સુરક્ષાનો ખતરો અને ધારણાના આધારે કોઈપણ નિર્ણય લઈ શકો છો. ગુસ્સાની ભાવના હતી કારણ કે પહેલા ન્યૂઝીલેન્ડે પોતાની સામે આવનારા ખતરાની જાણકારી આપ્યા વગર હટી જવાનો નિર્ણય લીધો. હવે ઈંગ્લેન્ડ, પરંતુ અપેક્ષિત હતું. રમીઝ આગળ કહે છે-

આપણા માટે એક શીખ છે કારણ કે જ્યારે દેશોની યાત્રા કરીએ છીએ તો આપણે હાર્ડ ક્વોરેન્ટિનમાં રહેવું પડે છે અને તેની ચેતવણીનું પણ પાલન કરીએ છીએ, પરંતુ તેમાં એક શીખ છે. એટલે હવે આપણે એટલા આગળ વધીશું જેટલું આપણા હિતમાં છે. પીસીબી ચીફે કહ્યું કે, આપણે વિશ્વકપ જઈશું જ્યાં આપણા નિશાના પર હવે ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ હશે. આપણે પોતાને મજબૂત કરીશું અને તેનો બદલો મેદાનમાં લેશું.

(7:46 pm IST)