Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પાક.માં હિંદુ યુવતી ટોચની અધિકારી બનશે

પાક.માં હિંદુ યુવતીએ ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી, તા.૨૧ : પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત હિન્દુ યુવતીએ પાકિસ્તાનની સૌથી મુશ્કેલ ગણાતી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી છે. ૨૭ વર્ષની ડોકટર સના રામચંદ ગુલવાનીએ આમ તો સેન્ટ્રલ સુપિરિયર સર્વિસની પરીક્ષા મેં મહિનામાં પાસ કરી લીધી હતી પણ સોમવારે તેની એપોઈ્ન્ટમેન્ટ પર પણ મહોર વાગી ગઈ છે. પાકિસ્તાનમાં પરીક્ષા ભારતની યુપીએસસીની પરીક્ષા જેવી ગણાય છે. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની પાકિસ્તાનની સરકારમાં ટોચના હોદ્દાઓ પર નિયુક્તિ થતી હોય છે. સનાએ કહ્યુ હતુ કે, વાહે ગુરુજી કા ખાલસા અને વાહે ગુરુજી કી ફતેહ, અલ્લાહનો આભાર કે મેં સેન્ટ્રલ સુપિરિયર સર્વિસની પરીક્ષાને પાસ કરી લીધી છે. પરીક્ષામાં મારો પહેલો પ્રયાસ હતો અને હું ખુશ છું. હું જે ઈચ્છતી હતી તે મેં મેળવ્યુ છે. પરીક્ષા ક્લીયર કરવાનુ મેં નક્કી કર્યુ હતુ અને તેના માટે હું ભારે મહેનત કરી રહી હતી.

(7:42 pm IST)