Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ભારત 15 મહિના માટે આયાત કરવા સક્ષમ : જાપાન પાસે 22 મહિનાનું વિદેશી મુદ્રા ભંડાર

ભારત પાસે ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને રશિયા પછી સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર: સ્વિટ્ઝર્લેન્ડમાં 39 મહિના સુધી આયાત કરવાની ક્ષમતા

નવી દિલ્હી :  દેશનું વિદેશી મુદ્રા ભંડાર 13 ઓગસ્ટ, 2021ના રોજ પૂરા થયેલા અઠવાડીયામાં 2.099 અરબ ડોલર થી ઘટીને 619.365 અરબ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે તેના તાજેતરના ડેટામાં જણાવ્યું હતું કે આ ઘટાડાનું કારણ વિદેશી મુદ્રા સંપતીમાં (FCA) માં ઘટાડો છે.આ પહેલાંના સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 88.9 કરોડ ડોલર વધીને 621.464 અરબ ડોલરની સર્વાધિક મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો

અત્યારે ભારત 15 મહિના માટે આયાત કરવા સક્ષમ છે. જાપાન પાસે 22 મહિના ચાલે તેટલું વિદેશી મુદ્રા ભંડાર છે. ભારત પાસે ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને રશિયા પછી સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં 39 મહિના સુધી આયાત કરવાની ક્ષમતા છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા કોરોના સંકટમાંથી બહાર આવશે, ત્યારે આયાત વધશે અને તે સમય માટે આ ભંડોળ ખૂબ મહત્વનું છે.

(8:58 pm IST)