Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજયમાં ૧ લી ઓક્ટોબરથી ૩૦ લાખથી વધુ વાહનો ભંગાર બનશે : ૩૩ જેટલા ફિટનેસ સેન્ટર શરુ કરાશે

૧૩ હજારથી વધુ વાહનો સરકારના હશે: . છ થી સાત જેટલા નાના ભંગારવાડા અને આઠ મહાનગરોમાં સ્ક્રેપયાર્ડની જગ્યા શોધવાનું શરૂ કરાયું

અમદાવાદ :રાજયમાં ૧૩ ઓગસ્ટના રોજ સરકાર દ્વારા વાહનોની નવી પોલીસી જાહેર કરાઈ છે જે અંતર્ગત રાજય માં આગામી ૧ ઓકટોબરથી રાજય માં અમલી બનનાર વાહન ભંગાર પોલિસીને લઈને રાજય સરકાર તડામાર તૈયારીઓ કરી છે જે અંતર્ગત ૩૩ જેટલા ફિટનેસ સેન્ટર શરુ કરવામાં આવશે . આ ઉપરાંત રાજય માં કરવાની સાથે જ છ થી સાત જેટલા નાના ભંગારવાડા અને આઠ મહાનગરો માં સ્ક્રેપયાર્ડ ની જગ્યા શોધવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત રાજય ના વાહન વ્યવહાર વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર આ કાયદાની અમલવારી ની સાથે જ રાજયના ૩૦ લાખથી વધુ વાહનો ભંગાર બની જશે અને જેમાં ૧૩ હજારથી વધુ વાહનો સરકારના જ હશે.

લાંબા સમયથી ભંગાર સ્વરૂપે રહેલા સરકારી વાહનોનો આખરે નિકાલ કરવામાં આવશે આ ઉપરાંત રાજયમાં છેલ્લા ૧૫ વર્ષ જૂના હોય તેવા વાહનોની સંખ્યા ૩૦ લાખથી વધુ હોવાનું એક ડેટા આરટીઓ પાસે ઉપલબ્ધ કરવવામાં આવી રહી છે . જે અંતર્ગત રાજય સરકારના ૧૩હજારથી વધુ વાહનો નો ડેટા બહાર પડાયો છે .

ભારતના વાહન વ્યવહાર મંત્રાલય દ્રારા જૂના વાહનોના ભંગાર ના નિકાલ ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૬ જેટલા એમઓયુ કરવામાં આવ્યા હતા. ઓકટોબર ૨૦૨૧ થી અમલી બનનારી આ પોલિસીના પગલે રાયમાં ૧૫ વર્ષથી જુના કોમર્શિયલ વાહન અને ૨૦ વર્ષ જુના પેસેન્જર વાહનો સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ૩૦ જેટલા ઓટોમેટીક ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવામાં આવશે . ૧૫ વર્ષ જૂના વાહનોના આ ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટીંગ થશે ત્યારબાદ જ આ વાહનોને ભંગાર કરવામાં આવશે. ભુજ ,સુરત. અને અમદાવાદ ખાતે વાહનોના ફિટનેસ સેન્ટર ને કારણે રાજય ના વાહન વ્યવહાર વિભાગ દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ સમગ્ર પોલીસની અમલવારી ને માત આપે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે

(7:46 pm IST)