Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાબુલ એરપોર્ટ ઉપરથી તાલિબાનોએ મોટાભાગના ભારતીય નાગરિકો સહિત દોઢસો લોકોનું અપહરણ કર્યું છે, આ તમામને ક્યાં ઉપાડી જવાયા તેની કોઈ માહિતી નથી, ભારત સરકાર શું કરશે તેના ઉપર સૌની મીટ : ચીનમાં ધનકુબેરોની સંપત્તિ જપ્ત કરીને ગરીબોમાં વહેચી દેવાશે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગરીબી હટાવવા મોટો નિર્ણય લીધો, આ સંપત્તિની વહેચણીનો પ્લાન તૈયાર કર્યો, કર્મચારીઓનો પગાર વધારવા તથા મધ્યમ વર્ગનું વિસ્તરણ કરવા લેવાયેલો નિર્ણય, ચીનના ધનકુબેરોમાં જબરો ફફડાટ.. : કચ્છમાં અત્યારે બપોરે ૪.૧ની માધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, કેન્દ્ર બિંદુ ધોળાવીરા નજીક નોંધાયું હતું.. : આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, અમુક જગ્યાએ ભૂદેવો દ્વારા આજે જનોઈ બદલાય, ત્યારે અમુક જગ્યાએ કાલે બદલાવામાં આવશે

(1:02 pm IST)