Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પેરા ઓલમ્પીકમાં સૌથી વધુ પદક જીતવાનો રેકોર્ડ સ્વીમર ટ્રસ્કા જોર્ન ધરાવે છે

પેરા ઓલમ્પીકમાં સૌથી વધુ પદક ટ્રીસ્કા પછી જોનાસ જેકબસન, બીયટ્રાઇસ પીયરે હેસ, જીપોરા રૂબીન રોસેનબોમ, ડેનીયલ ડાયસના શીરે

નવી દિલ્હી, તા., ૨૧: ઓલમ્પીકમાં  સૌથી વધુ ર૮ પદક પોતાના નામ ઉપર અંકે કરવાનો રેકોર્ડ ધરાવતા માઇકલ ફલેપ્સ સાથે તેની જ હમવતન સ્વીમર ટ્રસ્કા જોર્ન પેરા ઓલમ્પીકમાં સૌથી વધુ પપ (૪૧ સુવર્ણ) મેડલ મેળવવાનો રેકોર્ડ ધરાવે છે.  પેરા ઓલમ્પીક ર૦૦૪ એથેન્સ રમોત્સવમાં સ્વીમીંગ પુલમાં એક ચક્રીય રાજ રહયું હતું.  દ્રષ્ટિહીન ટ્રીસ્કા ર૦૧રની પેરા ઓલમ્પીકની 'હોલ ઓફ ફેમ'માં સામેલ છે.  તેણી છેક ૧૯૮૦ થી ર૦૦૪ સુધી પેરા ઓલમ્પીકમાં ભાગ લેતી રહી હતી.

જોનાસ જેકબસન

સ્વીડનના નિશાનેબાજ જોનાસે ૧૯૮૦ થી ર૦૧૬ રીયો ઓલમ્પીક સુધી ૧૦ રમોત્સવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે ૧૭ સુવર્ણ, ૪ રજત, ૯ કાંસ્ય સહીત ૩૦ પદક જીત્યા હતા. ગંભીર બિમારીનો શિકાર બન્યા પછી બાળપણથી જ જોનાસ  વ્હીલચેર ઉપર છે.

બીયટ્રાઇસ પીયરે હેસ

ફ્રાન્સની હેસએ પ પેરા ઓલમ્પીકમાં સ્વીમીંગની જુદી જુદી રમતોમાં ભાગ લઇ કુલ રપ પદકો પોતાના ગજવામાં સેરવી લીધા હતા. સેરેબ્રલ પાલ્સીની શિકાર હેસે ર૦ સુવર્ણ ચંદ્રક પણ પોતાના નામ ઉપર કર્યા છે. તેણીએ ર૦૦૦ ના સીડની પેરા ઓલમ્પીકમાં રેકોર્ડ બ્રેક ૭ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા.

જીપોરા રૂબીન રોસેનબોમ

ઇઝરાયેલની જીપોરા ૭ વખત પેરા ઓલમ્પીકમાં ભાગ લઇ ચુકી છે. તેણે ૧પ સુવર્ણ સહીત ૩૦ મેડલ જીત્યા છે.

ડેનીયલ ડાયસ

બ્રાઝીલનો ડેનીયલ ડાયસ ૧૪ સુવર્ણ, ૭ રજત અને ૩ કાંસ્ય સહીત ર૪ પદક જીતી ચુકયો છે.

(1:01 pm IST)