Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જ્ઞાનવાપી મસ્જિદમાં દેવી દેવતાઓની પૂજા માટે મંજૂરી આપો : મસ્જિદના જુના સંકુલમાં દેવી દેવતાઓની છબીઓ છે : અમે આ દેવી -દેવતાઓના દર્શન, પૂજા અને તમામ ધાર્મિક વિધિઓ કરવા હક્કદાર છીએ : 5 મહિલાઓની વારાણસી કોર્ટમાં પિટિશન : નામદાર કોર્ટે યુપી સરકાર પાસે જવાબ માંગ્યો

વારાણસી : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં દેવી દેવતાઓની પૂજા માટે પાંચ મહિલાઓએ સ્થાનિક કોર્ટમાં અરજી કરી છે. જેઓના મત મુજબ અમે મસ્જિદમાં દેવી -દેવતાઓ માટે દર્શન, પૂજા અને તમામ વિધિઓ કરવા હક્કદાર છીએ .

અરજી કરનાર  આ પાંચ મહિલાઓમાં રાખી, લક્ષ્મી, સીતા, મંજુ અને રેખાનો સમાવેશ થાય છે. જેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં અદાલત પાસે જાહેરનામું માંગવામાં આવ્યું છે કે તેઓ મસ્જિદમાં દેવી -દેવતાઓ માટે દર્શન, પૂજા અને તમામ વિધિઓ કરવા માટે હકદાર છે.

અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મસ્જિદના જૂના સંકુલમાં દેવીઓ મા ગંગા, ભગવાન હનુમાન, શ્રી ગૌરી શંકર, ભગવાન ગણેશ, શ્રી મહાકાલેશ્વર, શ્રી મહેશ્વર, શ્રી દેવી શ્રીંગર ગૌરી અને અન્ય દેવતાઓની છબીઓ છે.જેમના દર્શન ,પૂજા ,તથા તમામ ધાર્મિક વિધિઓ કરવા તેઓ હક્કદાર છે.સાથોસાથ પ્રતિવાદીઓને ધાર્મિક વિધિ વિધાનમાં વિક્ષેપ પાડતા રોકવા અને દેવી દેવતાઓની છબીઓને નુકશાન પહોંચાડતું અટકાવવા માંગણી કરવામાં આવી છે.

નામદાર કોર્ટે યુપી સરકાર ,જ્ઞાનવાપી મસ્જિદ કમિટી ,તથા કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓ પાસે ખુલાસો માંગ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)