Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પોસ્ટ ઓફિસ ખાતામાંથી પૈસા ઉપાડવાનું હવે વધુ સરળ : સિનિયર સિટીજનો માટે ઘરે બેઠા સુવિધાઓ

વરિષ્ઠ નાગરિકને અધિકૃત વ્યક્તિ મારફતે ખાતામાંથી નાણાં ઉપાડવા અથવા ખાતું બંધ કરવાની પણ મંજૂરી

નવી દિલ્હી :  પોસ્ટ ઓફિસ ખાતામાંથી પૈસા ઉપાડવાનું હવે વધુ સરળ બની ગયું છે. સિનિયર સિટીજનો માટે પોસ્ટ ઓફિસ ઘરે જ સુવિધાઓ લાવે છે સિનિયર સિટીજનોમાટે નિયમો સરળ બનાવવામાં આવ્યા છે જેમને તેમના ખાતામાંથી ઉપાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકને કોઈપણ અધિકૃત વ્યક્તિ મારફતે ખાતામાંથી નાણાં ઉપાડવા અથવા ખાતું બંધ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. જોકે, થાપણદારોની રકમને બચાવવા માટે, પોસ્ટ વિભાગે પોસ્ટ ઓફિસ અને ખાતાધારકો માટે માર્ગદર્શિકા જારી કરી છે

(12:45 pm IST)