Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કિસાન આંદોલન : હરિયાણામાં કૃષિ કાનૂનનો વિરોધ કરનારાઓ ઉપર 136 એફઆઈઆર : બે ખેડૂતો વિરુદ્ધ રાજદ્રોહનો કેસ : ધારાસભામાં કોંગ્રેસ દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં અપાયેલી માહિતી

હરિયાણા : કેન્દ્રના કૃષિ કાનૂન વિરુદ્ધ હરિયાણામાં ચાલી રહેલા આંદોલન દરમિયાન આ કાનૂનનો વિરોધ કરનાર લોકો પૈકી 136 ખેડૂતો ઉપર એફઆઈઆર દાખલ કરાઈ છે.તથા બે ખેડૂતો વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે.તેવી માહિતી ધારાસભામાં કોંગ્રેસ દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય બી.બી. બત્રાના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યું હતું કે હરિયાણામાં કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન વિરોધ કરનારા ખેડૂતો સામે સપ્ટેમ્બર 2020 સુધીમાં 136 FIR નોંધવામાં આવી છે. આ સિવાય રાજદ્રોહ માટે IPC ની કલમ 124-A હેઠળ ખેડૂતો વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે.

18 જિલ્લાઓમાં કેસ નોંધાયા હતા અને 136 એફઆઈઆર નોંધવામાં આવી છે જે હુલ્લડો, ઘાતક હથિયારથી સજ્જ, આદેશનો અનાદર, જાહેર સેવકને તેની ફરજ નિભાવતા અટકાવવા સહિત વિવિધ કલમો સાથે સંબંધિત છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)