Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કાબુલથી 85 ભારતીયોને લઇ ઉડ્યું વાયુસેનાનું વિમાન C-130J : ઇંધણ માટે કઝાકિસ્તાન ઉતર્યું

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાની કવાયત : ઓપરેશન એરલિફ્ટ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદથી સ્થિતિ ચિંતાજનક છે. ત્યાં ફસાયેલા ભારતીયોને કાઢવાની કવાયત વચ્ચે ભારતીય વાયુસેનાના C-130J વિમાનથી 85 ભારતીય વતન પાછા ફરી રહ્યા છે. કહેવાય છે કે ઇંધણ માટે વિમાન તઝાકિસ્તાનમાં ઉતર્યું હતું. આ વિમાન કાબુલથી દિલ્હી આવી રહ્યું છે.

આની પહેલાં મંગળવારના રોજ અંદાજે 140 લોકો પાછા આવ્યા હતા. તેમાં ભારતીય નાગરિક, પત્રકાર, એમ્બસી, ડિપ્લોમેટસના અન્ય સ્ટાફ અને ભારતીય સુરક્ષાકર્મી સામેલ હતા. કાબુલ એરપોર્ટ પર ભીડ હોવાના લીધે વિમાનોની ઉડાન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એવામાં વાયુસેનાને મિશન આપ્યું કે આ તમામને સુરક્ષિત લાવી શકાય.

અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી સ્થિતિ બાદ ભારતની તરફથી પોતાના લોકોને નીકાળવાનું કામ કરાઇ રહ્યું છે. દૂતાવાસમાં કામ કરનાર અધિકારીઓને નીકાળી ચૂકયા છે પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે અને એક સ્પેશયલ અફઘાનિસ્તાન સેલ તૈયાર કરાયું છે.

(11:49 am IST)