Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

આ તે કેવી કાર્યવાહી ? પૂણેમાં ટ્રાફિક પોલીસે બાઈક ઉપર બેઠેલા યુવકને આ રીતે ક્રેઈનથી ઉંચકયોઃ વિડીયો વાયરલ

પૂણેમાં એક અજબગજબની ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે નો પાર્કિંગમાં બાઈક ઉભી હતી તો બાઈકને ચાલક સહિત આ રીતે ક્રેઈનથી ઉંચકી લીધો હતો. પોલીસની આવી કાર્યવાહી સામે સવાલ ઉઠયા છે. આ દરમ્યાન બાઈક ચાલક નીચે ઉતારવા વિનંતી કરતો હતો પણ વાત ધ્યાને ન લેવાય. આ અંગેનો વિડીયો વાયરલ થયો છે. પછી હવે તપાસના આદેશો છૂટયા છે. બાઈક સવારનું કહેવું છે કે તે નો પાર્કિંગ ઝોનમાં ન્હોતો છતાં પોલીસે કાર્યવાહી કરી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ તેમને હેરાન કરે છે.

(10:50 am IST)