Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

દેશના ૧૬ રાજયથી વધારે છે અંબાણીઃ અદાણી જેવા ૭ અબજોપતિની સંપત્તિ

મુકેશ અંબાણીની કુલ સંપત્તિની તુલના રાજયોની જીડીપી સાથે કરવામાં આવે તો તે ૧૦ રાજયના કુલ જીડીપીથી વધુ છે

નવી દિલ્હી,તા.૨૧:  બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેકસ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૮૨.૭ અબજ ડોલર એટલે કે લગભગ ૬.૧૫ લાખ કરોડ રૂપિયા છે. અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ આશરે ૫૫.૮ અબજ ડોલર એટલે કે ૪.૧૫ લાખ કરોડ રૂપિયા છે. અઝીમ પ્રેમજીની કુલ સંપત્તિ ૩૬.૯ અબજ ડોલર એટલે કે આશરે ૨.૭૪ લાખ કરોડ રૂપિયા છે. પાલનજી મિસ્ત્રીની કુલ સંપત્તિ ૩૧.૭ અબજ ડોલર એટલે કે લગભગ ૨.૩૫ લાખ કરોડ રૂપિયા છે. શિવ નાડરની કુલ સંપત્તિ ૨૮.૪ અબજ ડોલર એટલે કે આશરે ૨.૧૧ લાખ કરોડ રૂપિયા છે. લક્ષ્મી મિત્ત્।લની કુલ સંપત્તિ ૨૨.૫ અબજ ડોલર એટલે કે ૧.૬૭ લાખ કરોડ રૂપિયા છે. રાધાકિશન દામાનીની કુલ સંપત્તિ ૧૯.૩ અબજ ડોલર એટલે કે ૧.૪૩ લાખ કરોડ રૂપિયા છે. અગર આ બધાની નેટવર્થને જો જોડી દેવામાં આવે તો  ૨૭૭.૩ અબજ ડોલર એટલે કે લગભગ ૨૦.૬ લાખ કરોડ રૂપિયા થાય છે. જોકે, કેટલાક રાજનીતિજ્ઞો અને અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે અગર નરેન્દ્ર મોદી એક ટર્મ અથવા તો સાત-આઠ વર્ષ વડા પ્રધાનપદે રહ્યા તો ગૌતમ અદાણી મુકેશ અંબાણીથી વધુ ધનિક બની જશે.

અગર આ સાત અબજોપતિની કુલ સંપત્તિની તુલના રાજયોના જીડીપી  (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ્) સાથે કરવામાં આવે  તો એ દેશના ૧૬  રાજયના કુલ જીડીપીથી વધારે થાય. આ રાજયમાં આંદામાન-નિકોબાર (૧.૨ અબજ ડોલર) મિઝોરમ (૩.૭ અબજ ડોલર)અરુણાચલ પ્રદેશ (૩.૮ અબજ ડોલર), મણિપુર (૪.૫ અબજ ડોલર), નાગાલેન્ડ (૪.૫ અબજ ડોલર, સિક્કિમ (૪.૬ અબજ ડોલર), મેદ્યાલય (૪.૯ અબજ ડોલર), પુડુચેરી (૫.૩ અબજ ડોલર), ચંડીગઢ (૫.૯ અબજ ડોલર), ત્રિપુરા (૮.૪ અબજ ડોલર), હિમાચલ પ્રદેશ (૨૨ અબજ ડોલર), જમ્મુ અને કાશ્મીર (૨૫ અબજ ડોલર), ઉત્ત્।રાખંડ (૩૫ અબજ ડોલર), ઝારખંડ (૪૬ અબજ ડોલર), છત્ત્।ીસગઢ (૪૯ અબજ ડોલર), અને આસામ (૫૨ અબજ ડોલર) સામેલ છે. આ બધા રાજયનો કુલ જીડીપી ૨૭૫.૮ અબજ ડોલર છે. જીડીપીનો આંકડો નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯, ૨૦૧૯-૨૦૨૦ અને ૨૦૨૦-૨૦૨૧ના છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ દેશ અને એશિયાના સૌથી અમીર વ્યકિત છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ લિસ્ટમાં મુકેશ અંબાણી લાંબા સમયથી બારમા સ્થાન પર છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિની તુલના રાજયોની જીડીપી સાથે કરવામાં આવે તો તે ૧૦ રાજયના કુલ જીડીપીથી વધુ છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૮૨.૭ અબજ ડોલર એટલે કે લગભગ ૬.૧૫ લાખ કરોડ રૂપિયા છે. દેશના ૧૦ રાજય- આંદામાન-નિકોબાર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, મેદ્યાલય, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરના કુલ જીડીપી ૮૨.૬ અબજ ડોલર એટલે કે લગભગ ૬.૧૪ લાખ કરોડ રૂપિયા છે.

(10:18 am IST)