Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

હું ગયા જન્મનો રોહિત છું અને તમે મારા માતા પિતા છો : ૮ વર્ષના બાળકની પુર્ન જ્ન્મની વાતથી સૌ આશ્ચર્ય ચકિત

ઉત્તરપ્રદેશના મેનપુરીના ઔછા પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા સલહી ગામના રામનરેશ શંખવાર ૮ વર્ષના પુત્ર ચંદ્રવીરને લઇને પાડોશી ગામ નગલા નગરિયાના પ્રમોદકુમારના ઘરે ગયા ચંદ્રવીર પ્રમોદકુમારને જોઇને તરત જ ભેટી પડયો પ્રમોદકુમારની પત્ની ઉષાને જોઇને મા કહીને પગ પકડી લીધા

નવી દિલ્હી :  ડિજીટલ દુનિયા અને વિજ્ઞાાનના સમયમાં ૮ વર્ષના બાળકનો પુર્ન જ્ન્મ થવાની ઘટનાએ સૌને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. એક બાળકનું ૪ મે ૨૦૧૩ના રોજ ડૂબવાથી મુત્યુ થયું હતું. મુત્યુના ૪ મહિના પછી બાજુના જ ગામમાં ફરી જન્મ લીધો હતો.

આ બાળક તેના પાછલા જન્મની વાત કહેવા માંડી તો સૌ આશ્ચર્યચકિત રહી ગયા હતા. બે દિવસ પહેલા બાળક પોતાના પૂર્વ જન્મના સગા સંબંધીઓ પાસે પહોંચ્યો તો માતા પિતાને તરત જ ઓળખી લીધા હતા. બાળકના પુર્ન જન્મની વાત જંગલમાં લાગતી આગની જેમ ફેલાઇ ગઇ અને ગ્રામીણ લોકોની ભીડ જામવા લાગી હતી.

આ વાત ઉત્તરપ્રદેશના મેનપુરીના ઔછા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. બે દિવસ પહેલા નગલા સલહી ગામમાં રહેતા રામનરેશ શંખવાર પોતાના ૮ વર્ષના પુત્ર ચંદ્રવીરને લઇને પાડોશી ગામ નગલા નગરિયાના પ્રમોદકુમારના ઘરે ગયા હતા. ચંદ્રવીર પ્રમોદકુમારને જોઇને તરત જ ભેટી પડયો હતો. પ્રમોદકુમારની પત્ની ઉષાને જોઇને મા કહીને પગ પકડી લીધા હતા. નવાઇની વાત તો એ છે કે ચંદ્રવીરે ખુદ જણાવ્યું કે પોતે બીજું કોઇ નહી પુત્ર રોહિત છે. રોહિત ૮ વર્ષ પહેલા ભેંસ ચરાવવા માટે નદી કાંઠે ગયો હતો. ભેંસ નદી કાંઠે ગઇ તો તેને બહાર કાઢવાના પ્રયાસમાં રોહિત નદીમાં ડૂબીને મુત્યુ પાંમ્યો હતો. ચંદ્રવીરે જણાવ્યું કે હું ગયા જન્મનો રોહિત છું અને તમે મારા માતા પિતા છો.

ચંદ્રવીરના પિતાએ જણાવ્યું કે પોતાનો પુત્ર ૪ વર્ષનો હતો ત્યારથી જ ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કરતો હતો. પોતે ઘરે જવાની વાત કરતો ત્યારે પરીવારજનો બાળ સહજ મજાક સમજતા હતા પરંતુ છેવટે આ સત્ય સાબીત થયું છે. ચંદ્રવીરની જીદ્ના કારણે જે કોઇ ખાસ પરીચય ના હોવા છતાં રોહિતકુમાર પાસે લઇ ગયો હતો. ચંદ્રવીરની માતા આવી કોઇ કહાનીઓને માનીને પોતાના પુત્રને સોંપવા ઇચ્છતી નથી. પુર્નજ્ન્મની કહાનીએ લોકોમાં કૌતુક જગાડયું છે.

(12:48 am IST)