Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જાણીતા શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરવા મામલે હજરતગંજ પોલીસમાં ફરિયાદ

સામાજીક સરોકાર ફાઉન્ડેશન પીએલ ભારતીએ ફરિયાદ નોંધાવી

જાણીતા શાયર મુનવ્વર રાણા પર હિંદું આસ્થા અને દલિત સમાજ માટે અપમાનજનક ટિપ્પણી કરવાનાં કારણે વિવાદ સર્જાયો છે, આ કેસમાં સામાજીક સરોકાર ફાઉન્ડેશન પીએલ ભારતીએ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં શુક્રવાર બપોરે ફરિયાદ નોંધાવી છે, પોલીસ કેસની તપાસ કરી રહીં છે.

પીએલ ભારતીએ આરોપ લગાવ્યો કે શાયર મુનવ્વર રાણાએ ભગવાન વાલ્મિકીની તુલના તાલિબાનો સાથે કરી છે, હિંદુ શ્રધ્ધા અને દલિતોનું અપમાન છે, મહર્ષિ વાલ્મિકી ન માત્ર પવિત્ર ગ્રંથ રામાયણનાં રચનાકાર હતાં, જો કે અમે તેમને ભગવાન માનીને પુજા કરીએ છિએ.

મુનવ્વર રાણાએ કહ્યું કે તાલિબાન પણ 10 વર્ષ બાદ વાલ્મિકી હશે, મુનવ્વર રાણાએ કહ્યું કે વાલ્મિકી એક લેખક હતાં, હિંદુ ધર્મમાં તો કોઇને પણ ભગવાન કહીં દે છે, રાણઆ એ આ ટિપ્પણી કરી હિંદુ ધર્મ પર હુમલો નથી કર્યો, પરંતું દલિત સમાજ, વાલ્મિકીનાં અનુનાયીઓ અને ભગવાન વાલ્મિકીનાં વિરૂધ્ધ વિષ વમન કર્યું છે.

મુનવ્વર રાણાએ વિરૂધ્ધ ધાર્મિક ભાવના ભડકાવવી, જાહેર શાંતિની વિરૂધ્ધ ગુનો કરવો અને એસસીએસટીનાં હેઠળ કેસ નોંધાવ્યો છે, ત્યાં જ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા યુવા અને હિંદુ મહાસભાએ પણ ફરિયાદ નોંધાવી છે

(12:30 am IST)