Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાઈ છે :નારાયણ રાની ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું

જો બાલાસાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેમણે ક્યારેય તેમની હિન્દુત્વ વિચારધારા સાથે સમાધાન કર્યું ન હોત,

મુંબઈ :કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ વિપક્ષી દળોને એક કરવા માટે  મહત્વની બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેના આ સભામાં જોડાયા બાદ હવે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ તેમના પર નિશાન સાધ્યુ છે.

નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના બહુ નાની છે. તેમની પાસે માત્ર 56 ધારાસભ્યો છે, તેઓ આ દેશમાં શું છે? રાણેએ વધુમાં કહ્યું કે શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે ઠાકરેએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં માત્ર તેમની લાચારીને કારણે હાજરી આપી છે.

રાણેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ‘જો બાલાસાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેમણે ક્યારેય તેમની હિન્દુત્વ વિચારધારા સાથે સમાધાન કર્યું ન હોત, પરંતુ ઉદ્ધવ ઠાકરે લાચાર છે કારણ કે તેઓ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપી રહ્યા છે.

નારાયણ રાણેએ શિવસેના પાર્ટીના સ્થાપક સ્વ.બાલ ઠાકરેના સ્મારકની મુલાકાત લીધી હતી. જે બાદ શિવસૈનિકોએ ગૌમૂત્રથી બાળાસાહેબ ઠાકરેના સ્મારકને શુદ્ધ કર્યું હતું. જેને રાણેએ કહ્યું કે ‘હું જેને ચાહું છું તેને નમન કરું છું’. તેમણે કહ્યું કે મેં જોયું કે ઠાકરેનું સ્મારક માટીથી ઘેરાયેલું છે. જો શિવસેનાના કાર્યકરો તેને સ્વચ્છ કરવા માટે ખૂબ જ આતુર છે. તેથી તેઓએ સ્મારકને સેનિટાઈઝ કરતા પહેલા સારી સ્થિતિમાં રાખવું જોઈએ.

આ સ્મારકના ધોરણો એક આંતરરાષ્ટ્રીય સ્મારકના સમકક્ષ હોવા જોઈએ, પરંતુ તેની સ્થિતિ શિવસેનાના 32 વર્ષ લાંબા શાસન દરમિયાન જેવી મુંબઈની પરિસ્થિતિ છે. તેવી આ સ્મારકની પણ પરિસ્થિતી છે તેમણે કહ્યું કે શિવસેનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે ભાજપની સરકાર આવતા જ તે મુંબઈને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બનાવી દેશે.

(12:25 am IST)