Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

બે દાયકા પહેલા બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટરને તાલિબાનીએ કહ્યું હતું- અમે ફરી પાછા આવીશું

તાલિબાનીએ સીધા કેમેરા તરફ જોયું અને કહ્યું કે તમને શું લાગે છે કે અમે જઈ રહ્યા છીએ? ના, અમે ફરી પાછા આવીશું : આત્મવિશ્વાસ સાથે આવી વાત કરતા નિર્દેશક પણ ડરી ગયેલા: વર્ષ 2001નો કિસ્સો શેર કર્યો હતો જ્યારે 9/11 હુમલો થયો હતો

મુંબઈ : છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ પહેલાથી જ સુધારો દેખાઈ રહી હતી. પરંતુ ફરી એક વખત વાતાવરણ પહેલા જેવું જ થઇ ગયું છે. બોલીવુડ નિર્દેશક કબીર ખાન 2001 માં અફઘાનિસ્તાન ગયા હતા અને કેટલાક તાલિબાનીઓનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો. કબીરે તે સમયગાળાનો એક ડરામણો કિસ્સો પણ શેર કર્યો છે.

કબીર ખાને વર્ષ 2001નો કિસ્સો શેર કર્યો હતો જ્યારે 9/11 હુમલો થયો હતો. તે દરમિયાન કબીર એક ડોક્યુમેન્ટરી પર કામ કરી રહ્યા હતા. આ ડોક્યુમેન્ટરીમાં તેણે કેટલાક તાલિબાનિઓનો ઈન્ટરવ્યુ પણ લેવાનો હતો. તેમણે કહ્યું- એક વરિષ્ઠ તાલિબાનીએ સીધા કેમેરા તરફ જોયું અને કહ્યું કે તમને શું લાગે છે કે અમે જઈ રહ્યા છીએ? ના, અમે ફરી પાછા આવીશું. તેણે આ વાત આત્મવિશ્વાસ સાથે કહી કે હું ડરી હતો. આજે જ્યારે હું આ બધું જોઈ રહ્યો છું ત્યારે મને એ જ સમય યાદ આવી રહ્યો છે.

  કબીર ખાને વર્ષ 2006માં કાબુલ એક્સપ્રેસ ફિલ્મ બનાવી હતી. કબીર ખાને આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને અરશદ વારસી મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ માટે કબીર ખાનને બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

(11:27 pm IST)