Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જિનપીંગે ગરીબી હટાવવા લીધો મોટો નિર્ણય

ચીનમાં ધનકુબેરોની સંપત્તિ જપ્ત કરી ગરીબોમાં વ્હેંચી દેવાશે

રાષ્ટ્રપતિએ નાણાની વ્હેંચણીનો પ્લાન તૈયાર કર્યો : અનુચિત કમાણી રોકવા અને કર્મચારીઓનો પગાર વધારવા તથા મધ્યમ વર્ગનું વિસ્તરણ કરવા માંગે છે

બીજીંગ,તા. ૨૧ : ચીનમાં શ્રીમંતોની મિલ્કત હવે ગરીબોમાં વ્હેંચી દેવાશે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ધનની સમાન વહેંચણીનો પ્લાન તૈયાર કર્યો છે. તેઓ અનુચિત કમાણી રોકવા કર્મચારીઓનો પગાર વધારવા તથા મધ્યમવર્ગનું વિસ્તરણ કરવા માંગે છે તેમણે કહ્યુ છે કે સરકારે સામાજીક નિષ્પક્ષના માટે પૈસાના પુન વિતરણને લઇને સિસ્ટમ બનાવવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ છે કે શ્રીમંતોની આવકને યોગ્ય રીતે વિનિયમિત કરવા અને બિઝનેસમેને સમાજમાં વધુ યોગદાન (દાન) દેવા માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે. આનાથી શ્રીમંતો પર બોજ વધશે. ચીન સરકાર ટેક્ષ અને અન્ય વિકલ્પ થકી તે પુરો કરવા પ્રયાસ કરશે.

ચીનમાં અમીરોની સંપત્ત્િ। હવે ગરીબોમાં વહેંચી દેવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેનાથી દેશના અમીર લોકો અને બિઝનેસમેન પર સમાજને વધુ પરત આપવા માટે દબાણ વધી ગયું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે સત્ત્।ારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓને કહ્યું કે સરકારને સામાજિક નિષ્પક્ષતા માટે પૈસાના પુનર્વિતરણને એક સિસ્ટમ બનાવવી જોઇએ. તેમણે આ દરમિયાન કહ્યું કે અતિ આધુનિક ઉચ્ચ આવકને યોગ્ય રીતે નિયંત્રિત કરવી અને અમીર લોકો અને બિઝનેસમેનને સમાજમાં વધુ પરત આપવા માટે પ્રોત્સાહિત કરવું જરૂરી છે. જોકે અત્યાર સુધી એ ખબર નથી પડી કે શી આ લક્ષ્યોને પ્રાપ્ત કરશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ટેકસ અને અન્ય વિકલ્પો દ્વારા તેને પુરો કરવાનો પ્રયત્ન કરશે.

શી જિનપિંગે ચીનના લોકો વચ્ચે સામુહિક સમૃદ્ઘિની આવશ્યકતાને પાર્ટીની સત્ત્।ા બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે ૨૦૪૯ સુધી દેશને સંપૂર્ણ રીતે વિકસિત સમૃદ્ઘ અને શકિતશાળી રાષ્ટ્રમાં બદલવાનો સંકલ્પ લીધો. ચીન ૨૦૪૯ માં દેશના ગઠનની ૧૦૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવશે. શી એ પાર્ટીની આર્થિક બેઠક દરમિયાન કહ્યું કે સામાન્ય સમૃદ્ઘિ તમામ લોકોની સમૃદ્ઘિ છે.

ચીન એક ગરીબ દેશમાંથી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વ્યાપાર અને ટેકનોલોજીમાં સૌથી મોટી તાકતોમાંથી એકમાં બદલાઇ ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ખીણ પણ સતત વધતી જાય છે. ૨૦૧૯ પહેલી વાર ચીનમાં અમીરોની સંખ્યા અમેરિકાના અમીરોની સંખ્યા કરતાં વધી ગઇ છે. એટલા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગને પરેશાન કરી રહી છે. શી જિનપિંગે મંગળવારે સ્વિકાર કર્યો કે ૧૯૭૦ ના દાયકામાં આર્થિક સુધારા બાદ પાર્ટીના કેટલાક લોકોને અમીર બનાવવામાં મદદ કરી. પરંતુ ૨૦૧૨ બાદ સત્ત્।ા સંભાળ્યા બાદ શી જિનપિંગએ તમામ લોકોની સામાન્ય સમૃદ્ઘિને મહત્વ આપવાનું શરૂ કર્યું છે.

શી જિનપિંગના પૈસાને પુનર્વિતરણ પર અર્થવ્યવસ્થા માટે તેમની સરકારના વ્યાપક લક્ષ્યો સાથે જોડાયેલ છે. તાજેતરના મહિનામાં દેશના નાણાકીય જોખમને ઓછું કરવા, અર્થવ્યવસ્થાની રક્ષા કરીને અને ભ્રષ્ટ્રાચારને ખતમ કરવાના નામે ટેકનોલોજી, નાણાકીય, અને અન્ય ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કાર્યવાહી શરૂ કરી છે. જોકે ખાનગી ઉદ્યમો પર કાર્યવાહીએ વૈશ્વિક રોકાણકારોને ઢંઢોળી દીધા છે. સાથે જ ચીનની અર્થવ્યવસ્થામાં નવાચાર અને વિકાસની સંભાવનાઓ વિશે આશંકાને જન્મ આપ્યો છે.

દેશની અર્થવ્યવસ્થાને તાજેતરમાં જ કમજોરીના સંકેત બતાવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાથી સંકેત મળે છે કે દેશની રિકવરી ધીમી થઇ રહી છે. તો યુવાનોમાં બેરોજગારીનો દર વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી ગયો છે.

આંકડામાં ચીન ૩૨,૧૮૯ યુઆન (૩,૫૬,૦૦૦ રૂપિયા) દેશની સરેરાશ આવક, બીજિંગમાં દુનિયાના કોઇપણ અન્ય શહેરની તુલનામાં વધુ અરબપતિ રહે છે. ૧.૫ યૂકેના કુલ ઘરેલું ઉત્પાદમા લગભગ અડધું છે.

(11:46 am IST)