Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અફઘાનિસ્તાનના અંદ્રાબ બધલાનના ત્રણ જિલ્લા તાલિબાનના કબજામાંથી મુક્ત

અબ્દુલ હમીદ દાદગરે તાલિબાનના કબજા હેઠળના અંદ્રાબ બધલાનના ત્રણ જિલ્લા પાછા લઇ લીધા હોવાનો દાવો

કાબુલ :  તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં તેની સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે, ટૂંક સમયમાં દોહામાં એક બેઠક યોજાવાની છે. આ દરમિયાન, અફઘાનિસ્તાનના વિવિધ ભાગોમાંથી વિરોધના અહેવાલો છે, લોકો તાલિબાન સામે રસ્તા પર ઉતરી રહ્યા છે. અંદ્રાબ બધલાનના ત્રણ જિલ્લા તાલિબાનના કબજામાંથી મુક્ત થયા છે.

એક અફઘાન ન્યૂઝ ચેનલે દાવો છે કે અફઘાનિસ્તાનમાં અબ્દુલ હમીદ દાદગરે તાલિબાનના કબજા હેઠળના અંદ્રાબ બધલાનના ત્રણ જિલ્લા પાછા લઇ લીધા છે. જો કે આ બાબતે તાલિબાન તરફથી કશું કહેવામાં આવ્યું નથી.

(12:00 am IST)